ટ્રેન્ડિંગમનોરંજન

KBCના સેટ ઉપર થયો “મુઝે લૌટા દો મેરા પાંચ રૂપૈયા બારહ આના” જેવો સીન? જાણો મજાનો કિસ્સો

  • બિગ બીએ KBCના શોને સપોર્ટ કરવા માટે દરેક વ્યક્તિનો આભાર માન્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે કેવી રીતે સ્પર્ધકો, જનતા અને ડેડિકેટેડ વ્યુઅર્સે તેમને આ શો હોસ્ટ કરવાની હિંમત આપી

HD ન્યુઝ ડેસ્કઃ કૌન બનેગા કરોડપતિ સીઝન 16 ધીમે ધીમે પૂર્ણ થવાના આરે છે. અમિતાભ બચ્ચને તાજેતરના એક એપિસોડમાં આ વિશે જણાવ્યું હતું હતું. તેમણે એ પણ જણાવ્યું કે કેવી રીતે સ્પર્ધકો, જનતા અને ડેડિકેટેડ વ્યુઅર્સે તેમને આ શો હોસ્ટ કરવાની હિંમત આપી. બિગ બીએ KBCના શોને સપોર્ટ કરવા માટે દરેક વ્યક્તિનો આભાર માન્યો છે.

ત્યારબાદ શોને આગળ વધારતા સ્પર્ધકો માટે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો જેમાં મધ્યપ્રદેશના વિદિશાના રહેવાસી મયુર જૈનને હોટ સીટ મળી. જ્યારે મયુર જૈન આવીને હોટ સીટ પર બેઠા, ત્યારે તેમના ચહેરા પર એક અલગ જ સ્મિત હતું, જે બચ્ચનને પણ જોયું. જ્યારે બિગ બીએ તેમના સ્મિત પાછળનું રહસ્ય પૂછ્યું, ત્યારે મયુર જૈને કહ્યું કે તેઓ ક્યારેય કોઈ અભિનેતાને રૂબરૂ મળ્યા નથી અને આજે બચ્ચન સાહેબને વાસ્તવિક જીવનમાં, ખાસ કરીને તેમના માતાપિતાની હાજરીમાં મળીને ખૂબ આનંદ થાય છે.

KBCના સેટ ઉપર થયો "મુઝે લૌટા દો મેરા પાંચ રૂપૈયા બારહ આના" જેવો સીન? જાણો મજાનો કિસ્સો hum dekhenge news

ત્યારબાદ મયુર જૈને તેમના બાળપણનો એક કિસ્સો પણ જણાવ્યો કે કેવી રીતે તેમણે બાળપણમાં KBC રજીસ્ટ્રેશન માટે અરજી કરી હતી, પરંતુ પસંદગી પામી શક્યા નહીં. તેમણે કહ્યું, “હું મારી નાનીને એક STD PCO પર લઈ ગયો અને કહ્યું કે આ એક ISD નંબર છે અને જો તમે તેના પર ફોન કરશો તો મારું રજીસ્ટ્રેશન થઈ જશે. હું નાનો હતો અને મારી નાનીને એટલી સમજ નહોતી. પછી મેં ફોન કર્યો. તે સમયે, તમારો સમય જેમ જેમ વધે તેમ તેમ STD PCO પરના ચાર્જ વધતા જતા હતા. તેથી ધીમે ધીમે બિલ 150 રૂપિયા થઈ ગયું અને મેં વિચાર્યું કે જો હું આનાથી વધુ પૈસા કરીશ તો મારે ઘરે ગુસ્સો સહન કરવો પડશે. મેં ત્યાં ફોન કાપી નાખ્યો અને મારું રજીસ્ટ્રેશન થઈ ન શક્યું.

આના જવાબમાં અમિતાભ બચ્ચને કહ્યું કે 150 રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટે તમને આજે અહીં પહોંચાડી દીધા. ત્યારબાદ ગેમ આગળ વધી અને મયુર જૈને 80,000 રૂપિયા જીત્યા અને કહ્યું કે હું મારા એ જ 150 રૂપિયા પાછા મેળવવા માટે અહીં આવ્યો છું. આના પર બિગ બીએ કેબીસી ક્રૂને કહ્યું, “આ 150 રૂપિયા આમને આપી દો” પછી બચ્ચન સાહેબે મયૂરના પૈસા પાછા આપી દીધા. આના પર મયુરે કહ્યું કે આ 150 રૂપિયા તેણે જીતેલા પૈસા કરતાં વધુ કિંમતી છે અને આજે તેની નાની ખૂબ જ ખુશ થશે.

આ પણ વાંચોઃ અભિનેત્રી સૌંદર્યાની હત્યા થઈ હોવાનો 22 વર્ષે ખુલાસો, દિગ્ગજ અભિનેતા પર આરોપ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button