ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બેંગલુરુમાં 25 કરોડના મૂલ્યની અમેરિકી ડૉલરની નોટો મળી અને…

Text To Speech
  • બેંગલુરૂમાં કચરો ઉપાડનારને કચરાના ઢગલામાંથી રૂ. 25 કરોડના “પ્રિન્ટેડ અથવા ફોટોકોપીડ” કરેલા US ડોલર મળ્યા
  • RBIના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતાં નોટો “ફોટોકોપીડ અથવા પ્રિન્ટેડ” નીકળી

બેંગલુરુ : બેંગલુરુમાં કચરો ઉપાડનાર વ્યક્તિને (Rag picker) કચરાના ઢગલામાંથી 3 મિલિયન ડોલર (અંદાજે રૂ. 25 કરોડ)ના મૂલ્યના US ડૉલરના (US dollar) ઘણા બંડલ મળી આવ્યા હતા. પરંતુ તપાસ બાદ પોલીસને આ નોટો નકલી એટલેકે પ્રિન્ટેડ અથવા ફોટોકોપીડ હોવાનું જાણવા મળ્યું હતું. ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank Of India) દ્વારા નોટોની તપાસ કરવામાં આવી હતી. જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ નોટો “ફોટોકોપી અથવા પ્રિન્ટેડ” છે.

હેબ્બલ વિસ્તારમાં કચરાના ઢગલામાંથી કરોડોની નકલી નોટો મળી આવી

સલમાન શેખ નામના વ્યક્તિને બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં 1 નવેમ્બરના રોજ કચરાના ઢગલામાંથી નોટોના 23 બંડલ મળી આવ્યા હતા. પૈસાની સાથે સલમાન શેખને UN સીલવાળો પત્ર પણ મળી આવ્યો હતો. આ નોટમાં લખ્યું હતું કે “આર્થિક અને નાણા સમિતિએ એક વિશેષ ભંડોળ મૂક્યું છે જેને સુરક્ષા પરિષદના સભ્યો દ્વારા દક્ષિણ સુદાનમાં UN શાંતિ રક્ષા દળોને મદદ કરવા માટે મત આપવામાં આવ્યો હતો.”

ભારતીય રિઝર્વ બેંક તપાસમાં નોટો નકલી નીકળી

સલમાન શેખ 5 નવેમ્બરે તેના બોસ બાપ્પા પાસે આ બંડલ લઈ ગયો, જેણે પછી સામાજિક કાર્યકર્તા કલીમુલ્લાહનો સંપર્ક કર્યો હતો. મિસ્ટર કલીમુલ્લાહને આ નોટો રસાયણોથી ભરેલી હોવાનું જાણવા મળતા તેણે નોટો વિશે પોલીસને જાણ કરી હતી. પોલીસે શરૂઆતમાં વિચાર્યું હતું કે, “આ નોટો કાળા ડૉલરના કૌભાંડ સાથે સંબંધિત હશે, જેમાં છેતરપિંડી કરનારાઓ કોઈ પણ રકમ બમણી કરવાના વચન સાથે લોકોને લલચાવે છે. પરંતુ નોટોની સંપૂર્ણ તપાસ કર્યા બાદ બેંગલુરુ પોલીસે પુષ્ટિ કરી હતી કે આ નોટો નકલી છે. ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓ દ્વારા નોટોની તપાસ કરવામાં આવતાં આ નોટો “ફોટોકોપી અથવા પ્રિન્ટેડ” હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ જુઓ :મનીષ સિસોદિયા બીમાર પત્નીને મળી શકશે, દિલ્હીની કોર્ટે મંજૂરી આપી

Back to top button