ટ્રેન્ડિંગવર્લ્ડ

Elon Musk બનીને સ્કેમરે મહિલાને પ્રેમ જાળમાં ફસાવી, પડાવ્યા 41 લાખ રૂપિયા

  • ઠગો દ્વાર પાથરવામાં આવેલી જાળમાં મહિલા ખરાબ રીતે ફસાઈ અને ગુમાવ્યા 41 લાખ રૂપિયા
  • છેતરપિંડી કરનારાઓએ મહિલાને ફસાવવા માટે ઈલોન મસ્કના ડીપફેક વીડિયોનો કર્યો ઉપયોગ

દક્ષિણ કોરિયા, 25 એપ્રિલ: દિવસેને દિવસે છેતરપિંડી કરનારાઓનો ત્રાસ વધી રહ્યો છે. વધતા ત્રાસને રોકવા સરકાર પણ અનેક પગલા ભરી રહી છે. ત્યારે હવે સ્કેમર્સ લોકોને છેતરવા માટે ડીપફેક વીડિયોનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં જ એક છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક મહિલાએ ઈલોન મસ્કના પ્રેમમાં લાખો રૂપિયા ગુમાવ્યા હતા. વાસ્તવમાં, ઈલોન મસ્ક તરીકે ઓળખાતા સ્કેમરે મહિલાને પોતાના પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે 41 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. સ્કેમર્સે છેતરપિંડી માટે ઈલોન મસ્કનો ડીપફેક વીડિયો બનાવ્યો હતો. મામલો દક્ષિણ કોરિયાનો છે. આ મહિલાનું નામ જિયોંગ જી-સન છે. મહિલાએ ઈન્ડિપેન્ડન્ટ યુકે નામની મીડિયા સંસ્થાને જણાવ્યું કે તે ઈલોન મસ્કની મોટી ફેન છે. જ્યારથી તેણીએ ઈલોન મસ્ક વિશે સાંભળ્યું અને વાંચ્યું ત્યારથી તે તેમના માટે પાગલ બની ગઈ હતી. તેણીએ વધુમાં કહ્યું કે તેની સાથે વાત કરવી મારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. મને લાગ્યું કે હું ઈલોન મસ્ક સાથે વાત કરી રહી છું પરંતુ તે ડીપફેક વીડિયો હતો.

સ્કેમરે મહિલા પાસેથી પડાવ્યા 41 લાખ રુપિયા

મહિલાએ જણાવ્યું કે, “ગયા વર્ષે 17 જુલાઈના રોજ મસ્કે મને ઈન્સ્ટાગ્રામ ઉપર મિત્ર તરીકે એડ કરી. એડ કર્યા પછી તેમણે મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે હું મસ્ક સાથે વાત કરી રહી છું. વાતચીત દરમિયાન મસ્ક તેમની ઓફિસની તસવીરો શેર કરતા હતા. તે તેમને પોતાના બાળકો વિશે પણ વાત કરી હતી અને તેમણે એપ્રિલમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત વિશે પણ જણાવ્યું હતું કે તેઓ દેશમાં ટેસ્લા ફેક્ટરી પણ બનાવી રહ્યા છે.” મહિલાએ વધુમાં જણાવ્યું કે, “પહેલા તો મને લાગ્યું કે આ બધું જુઠ્ઠું છે પરંતુ જ્યારે તેમને વીડિયો કોલ આવ્યો અને તેમાં બેઠેલી વ્યક્તિ બિલકુલ ઈલોન મસ્ક જેવી દેખાતી હતી. આ જોઈને મારી શંકા ધીરે ધીરે દૂર થઈ ગઈ હતી.”

કેવી રીતે મહિલા સાથે થઈ છેતરપિંડી?

ઈલોન મસ્કના નામે છેતરાયેલી મહિલાએ આગળ જણાવ્યું કે, “વિડીયો કોલ પર મસ્ક જેવા દેખાઈ રહેલા વ્યક્તિએ મહિલા સાથે વાત કર્યા બાદ તેને પ્રેમનો ઈજહાર કરવા લાગ્યો. વધુમાં મહિલાએ કહ્યું કે ઈલોન મસ્ક જેવા દેખાતા વ્યક્તિએ મને આઈ લવ યુ કહ્યું. મને લાગ્યું કે મારું સપનું સાકાર થયું ગયું છે. ત્યાર બાદ હું મસ્ક સાથે વાત કરતી રહી. જ્યારે હકીકત એ હતી કે સ્કેમર્સે એક ડીપ ફેક બનાવ્યું હતું. મસ્કના ચહેરાનો તેઓ ઉપયોગ કરી ડીપ ફેક દ્વારા તેમના જેવો જ વીડિયો બનાવીને સ્કેમર્સે મને કોરિયન બેંક એકાઉન્ટની વિગતો આપી હતી અને મારા પૈસાનું રોકાણ કરવા કહ્યું હતું. મસ્કના એક ડીપફેક વીડિયો દ્વારા મહિલાને કહેવામાં આવ્યું હતું કે, “મારા ફેનને ધનવાન થતા જોઈને મને ખૂબ જ આનંદ થશે.” પછી થયું એવું કે મહિલાએ રોકાણ માટે તેના 41 લાખ રૂપિયા તે ખાતામાં ટ્રાન્સફર કર્યા અને મહિલાને 41 લાખનો ચુનો લાગ્યો.

આ પણ વાંચો: ટેસ્લા હ્યુમનૉઇડ રોબોટ્સ આવતા વર્ષે વેચાણ માટે થશે ઉપલબ્ધ, એલોન મસ્કે આપી માહિતી 

Back to top button