- પૂજન, અર્ચન, શણગાર સાથે મંદિરના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા
- મંદિરો ખુલતાની સાથે જ દર્શનાર્થે ભક્તોની ભીડ જામી હતી
- મંગળા આરતીના દર્શન સાથે ધ્વજાજી ક્રમ પુનઃ અબોટી બ્રાહ્મણોએ શરૂ કર્યો
ગુજરાતમાં વાવાઝોડાની વિદાય બાદ મંદિરના દ્વાર ખૂલતા ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. જેમાં દ્વારકાધીશ મંદિર અને સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર ખૂલી ગયા છે. બે દિવસ સુધી ભક્તો માટે બંને મંદિરો બંધ હતા. તેમજ ભગવાન ભોળાનાથના દર્શન ખુલતાની સાથે જ દર્શન કરવા દર્શનાર્થીઓની ભીડ જામી છે.
પૂજન, અર્ચન, શણગાર સાથે મંદિરના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા
બિપરજોય વાવાઝોડાને પગલે સલામતીના ભાગરૂપે વિવિધ ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણનું દ્વારકાધીશ મંદિર અને પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિર બે દિવસ બંધ રહ્યા બાદ આજે વિધિવત પૂજન, અર્ચન, શણગાર સાથે દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા છે. મંદિરો ખુલતાની સાથે જ દર્શનાર્થે ભક્તોની ભીડ જામી હતી.
મંગળા આરતીના દર્શન સાથે ધ્વજાજી ક્રમ પુનઃ અબોટી બ્રાહ્મણોએ શરૂ કર્યો
સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે વાવાઝોડાના વિરામ બાદ સવારથી જનજીવન પૂર્વવત થઇ રહ્યું છે સવારે દ્વારકાધીશજીના મંગલ દ્વારા ખુલતાની સાથે જ દ્વાર્કાવાસીઓ, ભાવી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડયા હતા સંકટ ટળ્યું હોવાનો ભક્તોએ ભગવાન સમક્ષ રાજીપો વ્યક્ત કર્યો હતો. દ્વારકાધીશ મંદિરમાં ગુગળી બ્રાહ્મણના પંડાઓએ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. સવારથી જ મંગળા આરતીના દર્શન સાથે ધ્વજાજી ક્રમ પુનઃ અબોટી બ્રાહ્મણોએ શરૂ કર્યો છે. પવન દેવ શાંત થતા જ ધ્વજાજી પુનઃ યથા સ્થાને આરોહણ કરી શકાયા છે.
સોમનાથ મંદિર બે દિવસ બંધ રહ્યા બાદ સોમનાથ મંદિરના દ્વાર આજે ખૂલતાં
વાવાઝોડાને કારણે પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર બે દિવસ બંધ રહ્યા બાદ સોમનાથ મંદિરના દ્વાર આજે ખૂલતાં જ દેવાધિદેવ મહાદેવને પ્રાતઃ પૂજા અર્ચના કરવામાં આવેલ અને પુષ્પોનો શ્રંગાર કરવામાં આવ્યો હતો. ભગવાન ભોળાનાથના દર્શન ખુલતાંની સાથે જ દર્શન કરવા દર્શનાર્થીઓની ભીડ જામી હતી.