- રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી કરવામાં આવી
- અમદાવાદ અને નલિયામાં તાપમાન 10 ડિગ્રી રહ્યું છે
- કંડલા, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 12 ડિગ્રી
ગુજરાતમાં કડકડતી ઠંડીના ચમકારાનો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં કોલ્ડવેવની અગાહી કરાઇ છે. ત્યારે અમદાવાદ અને નલિયામાં તાપમાન 10 ડિગ્રી રહ્યું છે. તેમજ સૌથી ઓછું તાપમાન ગાંધીનગર અને ડિસામાં 9 ડિગ્રી છે. તથા 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછુ નોંધાયુ છે.
આ પણ વાંચો: ગુજરાત: અંજારની સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં બ્લાસ્ટ, એકનું મૃત્યુ 3 ગંભીર ઈજાગ્રસ્ત
કંડલા, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 12 ડિગ્રી
કંડલા, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 12 ડિગ્રી છે. તથા ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ છે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીની શરુઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે નારનૌલ (હરિયાણા), આયાનગર (દિલ્હી) અને કાનપુર (પૂર્વ ઉત્તર પ્રદેશ)માં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ગુજરાતના કંડલા, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 12 ડિગ્રી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતું આ સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાશે. કચ્છમાં કોલ્ડવેવની અગાહી છે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. પરંતુ આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગાડવાની શક્યતા છે. બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ છે. વડોદરા અને પોરબંદરમાં તાપમાન 13 ડિગ્રી છે. તેમજ ભુજ અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ઠંડીનો પારો હજુ ઘટશે.