ગુજરાતટ્રેન્ડિંગવિશેષ

ગુજરાતના આ શહેરમાં નીકળી, ક્યારેય નહીં જોય તેવી રોબોટિક રથયાત્રા

Text To Speech

રાજ્યની સૌથી જૂની અને જાણીતી અમદાવાદની જગન્નાથ રથયાત્રા શનિવારે ભગવાનના નિજ મંદિરમાં પહોંચી ગઈ છે. આ દરમિયાન રાજ્યમાં વિવિધ રથયાત્રાના વીડિયો સામે આવ્યા છે. આ બધામાં એક ભક્તે અનોખી રથયાત્રા કાઢી. જેનો વીડિયો ઈન્ટરનેટ પર આવ્યો ત્યારથી છવાયેલો રહ્યો હતો. જેમાં રોબોટિક રથ તૈયાર કરવામાં આવ્યો છે. જેની અંદર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરાના જય મકવાણા તેમના ઈનોવેશનના કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે ભગવાન જગન્નાથનો રોબોટિક રથ યાત્રા કાઢી હતી. જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો ત્યારે લોકો કહેવા લાગ્યા કે આ વિજ્ઞાન અને પરંપરાનો અદ્ભુત સમન્વય છે! શુક્રવારે વિવિધ રાજ્યોમાં આયોજિત 145મી ભગવાન જગન્નાથ રથયાત્રામાં દેશ-વિદેશના ભક્તોએ ભાગ લીધો હતો અને બધા પોતપોતાની રીતે આ વિશેષ ઉત્સવનો ભાગ બન્યા હતા.

આ વીડિયો હાલમાં ન્યૂઝ એજન્સી ANIએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે. મોટી સંખ્યામાં લોકો જોઈ રહ્યા છે અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોએ તેને જોયો છે અને 2100થી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ અનોખી રથયાત્રાને જોયા બાદ પોતાની આગવી શૈલીમાં પ્રતિક્રિયાઓ આવી રહી છે.

Back to top button