હવાઈ આઈલેન્ડની નોર્થ સાઈડમાં ઊંડા સમુદ્રી અભિયાનમાં વૈજ્ઞાનિકોએ એક અજીબોગરીબ શોધ કરી છે. દરિયાના પેટાળમાં સમુદ્રી વૈજ્ઞાનિકોએ પીળા ઈંટથી બનેલો એક રસ્તા શોધી કાઢ્યો છે. એશિયન એક્સપ્લોરેશન ટ્રસ્ટના ખોજક દરરોજ અહીંની લાઈવ ફુટેજ આપે છે, હાલમાં જ યૂટ્યૂબ વીડિયો પર તેમને એક વીડિયો પબ્લિશ કર્યો જેમાં આ ક્ષણ કેપ્ચર થઈ હતી. જ્યારે શોધકર્તા ઊંડા સમુદ્રમાં શોધ કરી રહ્યાં હતા ત્યારે તેમને આ પીળા ઈંટથી બનેલો રસ્તો જોવા મળ્યો. એક્સપ્લોરેશન વેસલ નોર્ટિલસના ચાલક દળે પ્રશાંત મહાસાગરમાં સંયુક્ત રાજ્ય અમેરિકાના પાપહાનામોકુકેયા સમુદ્રી સ્મારકમાં લિલિઓકલાની રિઝ નામના એક વિસ્તારમાં શોધખોળ કરતા વિચિત્ર ફોર્મેશન જોવા મળ્યું હતું. જે એક પાક્કા રસ્તા જેવું દેખાતું હતું
યુટ્યૂબ વીડિયોમાં એક શોધકર્તા આ ઈંટના રસ્તાને એટલાન્ટિસ રોડ તરીકે વર્ણવતો સાંભળવા મળે છે, જ્યારે બીજો તેને અદ્ભૂત એવું કહેતો સંભળાય છે. PMLN દુનિયાનું સૌથી મોટું દરિયાઈ સંરક્ષણ ક્ષેત્રમાંથી એક છે, એ એટલું મોટું છે કે જો અમેરિકાના તમામ નેશનલ પાર્કને એક સાથે રાખી દેવામાં આવે તો પણ આ તેનાથી મોટું રહેશે. પરંતુ હજુ સુધી તેના દરિયાઈ તળમાં માત્ર 3 ટકા વિસ્તારને જ શોધી શકાયો છે.
દરિયાઈ વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય સીમાઉન્ટ ટ્રેલ એટલે કે જ્વાળામુખીના કારણે દરિયાની નીચે બનેલા પહાડોની એક લાઈનને કહેવાય જેમાં શું ફેરફાર થઈ રહ્યાં છે તેની તપાસ કરવાની હતી. જેમાં મધ્ય અને પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં હજારો સીમાઉન્ટની ઉત્પતિ અંગે કંઈ સમજાતું ન હતું, તેથી તેમને પોતાના નિષ્કર્ષનું લાઈવ દસ્તાવેજીકરણ કર્યું. દરિયાઈ વૈજ્ઞાનિકોએ સમજાવ્યું કે આ ફોર્મેશન વાસ્તવમાં પ્રાચીન સક્રિય જ્વાળામુખીના ભાગનું એક ઉદાહરણ છે.
યુટ્યૂબ પોસ્ટના કેપ્શનમાં કહેવાયું છે, ‘નૂટકા સીમાઉન્ટના શિખર પર ટીમે એક સુકાયેલા સરોવરને બેડના ફોર્મેશનમાં જોઈ, જેને હવે હાઈલોક્લસાટાઈટ શિખરના તૂટેલા ભાગ તરીકે ઓળખવામાં આવે છે.’
આ ઉપરાંત શોધકર્તાઓએ સમજાવ્યું કે શિખરમાં જોવા મળતી તિરાડની અદ્વિતીય પેટર્ન જેને તે કોબલ્ડ ફોર્મેશન આપે છે. શક્ય છે કે અનેક જ્વાળામુખી વિસ્ફોટના કારણે સમયની સાથે વારંવાર ગરમ થવા અને ઠંડા થવાનું આ પરિણામ છે. તેમને એમ પણ કહ્યું કે ટીમે પહેલા ક્યારેય આ વિસ્તારનું સર્વેક્ષણ કર્યું ન હતું, પરંતુ હવે તેઓ પ્રાચીન સમુદ્રી પર્વતોના શિખર, ઢોળાવ અને તેના રહસ્યોને ઉજાગર કરવાના પ્રયાસો કરશે.
નોટિલસ આપણને આપણાં ગ્રહના તે વિસ્તારની યાત્રાએ લઈ જાય છે જેને આપણે પહેલાં કદી જોયું નથી. અને પીળા ઈંટનો રસ્તો એ એક સંકેત છે, કે આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યાં છીએ. સાથે જ આપણે પૃથ્વીમાં છુપાયેલા ભૂવિજ્ઞાનના રહસ્યો અંગે પણ ઘણું બધું જાણી શકીશું.