રાજકોટ: રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્તની મદદ કરનારને મળશે 1લાખનું ઈનામ
સુરત ટ્રાફિક પોલિસ દ્વારા આગાઉ અકસ્માતમાં લોકોના જીવ બચી શકે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે બાદ હવે રાજકોટ ટ્રાફિક ડીસીપી દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ ડીસીપીએ જણાવ્યુ છે કે અકસ્માતમાં ઈજા પામનાર વ્યક્તિને હોસ્પિટલ પોહચડાનારને એક લાખ નું ઈનામ આપવામાં આવશે.
1 લાખના ઈનામ
રાજકોટ ડીસીપી દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. જે વ્યક્તિ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને એક કલાકમાં હોસ્પિટલ પહોચાડશે તેને પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવશે. તેમજ સ્કીમ ફોર ગ્રાન્ટ ઓફ એવોર્ડ ટુ ધ સ્માર્ટયન એવોર્ડ હેઠળ એક લાખ નું ઈનામ આપવામાં આવશે. અકસ્માતનો ભોગ બનાતા લોકોની જીંદગી બચાવવા ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે મહત્વની જાહેરાત કરી છે. જેમાં 1 લાખના ઈનામ સહીત ગુડ સ્માર્ટયીન એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવશેનું જણાવ્યુ છે.
આ પણ વાંચો: આજે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે, અધ્યક્ષ-ઉપાધ્યક્ષની વરણી, સુધારા બિલ પણ રજૂ
ટ્રાફિક ડીસીપી પૂજા યાદવની જાહેરાત
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, રોડ અકસ્માતમાં જો કોઈ વ્યક્તિ તેમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 1કલાકમાં હોસ્પિટલમાં પહોંચાડશે તો રાજકોટ ટ્રાફિક પોલિસ દ્વારા 1 લાખ સુધીનું ઇનામ આપવામાં આવશે. આ બાબતમાં ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉ સુરતમાં પણ ટ્રાફિક પોલિસ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ રાજકોટ ટ્રાફિક પોલિસ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીસીપી દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, જિલ્લામાં રોડ અકસ્માતની ઘટનાઓને ઓછી કરવા અને તેમાં સુધારો લાવવા માટે આ ઇનામી રકમની શરૂઆત કરવામાં આવી છે.