વડગામના મેતામાં ચબુતરાની જગ્યામાં બિન અધિકૃત દબાણ દુર કરવા રજૂઆત


વડગામ: મુસ્લિમ બહુમતી ધરાવતા વડગામના મેતા ગામે હિન્દુ ધર્મના લોકો દ્વારા મહાકાળી માતાજી મંદિરની સામે આશરે દોઢસો વર્ષ જુનો ચબુતરાનું નિર્માણ કરી આઝાદી પહેલાં જીવદયાની પ્રેરણા પુરી પાડી હતી. આ ચબુતરાને ગામ લોકોએ 1940 માં રીપેરિગ કરી રીનોવેશન કર્યું હતું. અત્યારે જીવદયાપ્રેમીઓની ઐતિહાસિક જગ્યા જજૅરીત થવા પામી છે.ત્યારે પુનઃ નવિન પક્ષીઘરનું નિર્માણ કરવા ગામની ધર્મપ્રેમી જનતાએ ફાળો એકત્ર કરી મૂળ સ્થાને કામ શરૂ કરવા ચક્રોગતિમાન કર્યા છે.પરંતુ મેતા ગામની ઐતિહાસિક જગ્યામાં બિનઅધિકૃત દબાણ થયેલ છે.
જે દબાણ દુર કરવા ગામના જાગૃત નાગરિકો દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતમાં જુદી જુદી તારીખે અરજીઓ આપી લેખિત રજૂઆત કરવામાં આવતાં તાલુકા પંચાયત દ્વારા 29/9/2021,ના રોજ દબાણ તોડી પાડવા પ્રોગ્રામ નક્કી કર્યો હતો, પરંતુ સ્થાનિક પંચાયત દ્વારા આંખ આડા કાન કરી દબાણ તોડવાનું મોકુફ રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી અનેકવાર રજુઆત કરવામાં આવી હતી. છતાં કાર્યવાહી ન થતા આ અંગે મેતા સનાતન ધર્મ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.