ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

એક રિપોર્ટમાં દાવો : અહીંથી શોધી રહ્યા છે ભારતીય યંગસ્ટર વેલેન્ટાઈન ડે માટે પાર્ટનર

આજે વેલેન્ટાઈન ડે (Valentine’s Day) છે ત્યારે આજના દિવસે યુવાનો પોતાના પ્રેમી સાથે આ દિવસની ઉજવણી કરતા હોય છે. પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ માનવામાં આવે છે ત્યારે ઘણા લોકો પ્રેમીની શોધમાં લાગી જતા હોય છે. આજના ડિજિટલ યુગમાં પાર્ટનરની શોધ માટે સોશિયલ મીડિયા અને અન્ય ડેટિંગ એપનો ઉપયોગ વધ્યો છે. એક રીપોર્ટ અનુસાર ઓનલાઈન ડેટિંગ એપ્સનો ઉપયોગ બમણો થઇ ગયો છે. મોટાભાગના ભારતીય લોકો હવે ઓનલાઈન ડેટિંગ એપ્સની મદદથી પોતાના પાર્ટનરની શોધ કરે છે. પાર્ટનર ઝંખતા લોકો પોપ્યુલર ડેટિંગ એપ્સની મદદ લે છે.

વેલેન્ટાઈન ડે જેમ નજીક આવે તેમ આ દિવસને યાદગાર બનાવવા માટે લોકો પોતાના પાર્ટનરની શોધમાં લાગી જતા હોય છે. જોકે કોરોના મહામારી આવવાથી હવે પાર્ટનરની શોધનો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. હવે લોકો ઓનલાઈન ડેટિંગ એપ્સની મદદથી પાર્ટનરની શોધ કરે છે. પહેલા માત્ર મોટા મેટ્રો સીટીમાં જ આવો ટ્રેન્ડ જોવા મળતો. એક રીપોર્ટ અનુસાર હવે મેટ્રો સીટીની બહારના લોકો પણ ઓનલાઈન ડેટિંગ એપ્સના માધ્યમથી પાર્ટનરની શોધ કરે છે.

આ પણ વાંચો : valentine’s day: કોણ હતા ‘સંત વેલેન્ટાઈન’? કેમ મળ્યો હતો મૃત્યુદંડ?

લાઈવમીંટના એક રીપોર્ટ અનુસાર Tinder, Bumble અને TrulyMadly જેવી ડેટિંગ એપ્સનું ચલણ ખૂબ જ વધી ગયું છે. તેના યુઝર્સ ઝડપથી વધી રહ્યા છે. હવે તેનો ઉપયોગ માત્ર મેટ્રો શહેરો જ નહી પરંતુ અમદાવાદ, વડોદરા, સુરત, લખનઉ , જયપુર, ચંડીગઢ અને પટના જેવા શહેરોમાં પણ આ ડેટિંગ એપ્સનો ઉપયોગ વધી રહ્યો છે.

આ પણ વાંચો : PM મોદીને ‘ગોલ્ડનો ગુલદસ્તો’, વેલેન્ટાઈન્સ ડે પર સુરતી વિદ્યાર્થીઓની ભેટ

ઓનલાઈન પ્રેમમાં વધ્યો વિશ્વાસ

હવે લોકોનો ઓનલાઈન પ્રેમમાં વધુ વિશ્વાસ થયો છે. રીપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હવે વર્ચ્યુઅલ ડેટિંગ ધીરે ધીરે સામાન્ય થઇ રહી છે. મહિલાઓ હવે ઓનલાઈન ડેટિંગ એપ્સનો વધારે ઉપયોગ કરી રહી છે અને તેના પર વધારે વિશ્વાસ કરી રહી છે. આ રીપોર્ટમાં 72 ટકા લોકોનું માનવું છે કે તેઓ મળ્યાં વિના જ ઓનલાઈન પ્રેમમાં વધુ વિશ્વાસ કરે છે.

ભારતીય લોકોમાં વિડીયો ડેટિંગ એપ્સ તરીકે Tinderનો સૌથી વધારે ઉપયોગ કરે છે. આ ફીચરનો ઉપયોગ કરવામાં સૌથી આગળ હૈદરાબાદના લોકો છે. ત્યારબાદ ચેન્નાઈ અને બેંગલોરના લોકો આ ફીચરનો સૌથી વધુ ઉપયોગ કરે છે. આમ આ ત્રણ સિવાય અન્ય શહેરો પણ Tinderનાં આ ફીચરનો ઉપયોગ વધુ કરી રહ્યા છે.

આ પણ વાંચો : વેલેન્ટાઇન ડે સ્પેશિયલ : બોલિવુડની એ ચર્ચિત જોડી જેમણે સમજાવ્યો સાચા પ્રેમનો અર્થ

યંગસ્ટરમાં ક્રેઝ વધ્યો

આ રીપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે યુંગસ્ટર નવા લોકોનું કનેક્શન જાળવી રાખવા માટે મળવાનું પણ પસંદ કરે છે. જેમાં ગ્લોબલી 20 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. App Annieના એક રીપોર્ટ અનુસાર ભારતમાં ડેટિંગ અને ફ્રેન્ડશીપ એપ્સમાં ખૂબ જ વધારો જોવા મળે છે.

આ પણ વાંચો : UP : ફેસબુક પર પ્રેમ, 10 વર્ષ સુધી રાહ જોઈ અને પછી વિદેશી કન્યા સાથે લગ્ન કર્યા

આ કેટેગરીમાં વર્ષ 2022માં અત્યાર સુધીમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે એટલે કે વધુમાં વધુ લોકો ઓનલાઈન ડેટિંગ એપ્સનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. Tinderના એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 10 માંથી 9 Gen Z ભારતીય લોકો ઓનલાઈન ડેટિંગ એપ્સનો ઉપયોગ મિત્ર અથવા પાર્ટનરની શોધ માટે કરે છે. આમ ભારતીય યંગસ્ટર પાર્ટનરની શોધ માટે ઓનલાઈન ડેટિંગ એપ્સનો ઉપયોગ વધુ કરે છે.

Back to top button