ગુજરાતટોપ ન્યૂઝ

નાના બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, બાળક રમકડાના મોબાઈલનું LED બલ્બ ગળી ગયું

Text To Speech
  • 9 મહિનાનું બાળક રમકડાનું LED બલ્બ ગળી ગયું
  • LED બલ્બ બાળકના જમણાં ફેફસામાં ચોંટી ગયું
  • તબીબોએ સર્જરી દ્વારા ફેફસામાંથી LED બલ્બ દૂર કર્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો સમક્ષ એક ચોંકાવનાર કેસ સામે આવ્યો હતો. જેમાં મધ્યપ્રદેશના રતલામનું માત્ર નવ મહિનાનું બાળક રમકડાનો મોબાઇલ રમતા- રમતા LED બલ્બ ગળી ગયુ હતુ. જેના કારણે શ્વાસોશ્વાસમા તકલીફ વધતા તેણે સ્થાનિક  ડોક્ટર પાસે લઈ જવાયો હતો.

આ પણ વાંચો: ચંદ્રયાન-૩ની ડિઝાઇન બનાવ્યાની ગુલબાંગો ફૂંકનારનો પર્દાફાશ 

જમણાં ફેફસામાં કંઈક ફોરેન બોડી પડ્યું હોવાનું દેખાઇ આવ્યું

અચાનક શ્વાસોશ્વાસ વધવાથી X-Ray કરાવ્યો ત્યારે તેમાં જમણાં ફેફસામાં કંઈક ફોરેન બોડી પડ્યું હોવાનું દેખાઇ આવ્યું. જે ફક્ત સર્જરી કરીને જ બહાર કાઢવું શક્ય હતું. જેથી રતલામના તબીબોએ આ બાળકને બાળરોગ સર્જરીના નિષ્ણાત તબીબ પાસે લઈ જવા કહ્યું. આ બાળકના પિતા હસરત અલીના એક મિત્ર અમદાવાદ રહે છે. તેમને જ્યારે આ ઘટનાની જાણ થઇ ત્યારે તેઓએ સત્વરે બાળકને લઈને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવા કહ્યું હતુ.

આ પણ વાંચો: સુરત: એરપોર્ટના 25 કરોડ ગોલ્ડ સ્મગલિંગ કેસનો રેલો દુબઇ પહોચ્યો

બાળકના માતા-પિતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા

બાળકના માતા-પિતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ બાળકનું ફરી વખત એક્સ-રે કર્યું ત્યાંરે તેના ફેફસામાં પીન આકારનું ફોરેન બોડી દેખાયું. આ ફોરેન બોડીના સચોટ નિદાન માટે બાળકની બ્રોકોસ્કોપી એટલે કે દૂરબીન વડે ફેફસાની તપાસ કરવામાં આવી હતી. શ્વાસનળીની અંદર ફોરેન બોડી દેખાઈ પરંતુ એને પકડી શકાય તેમ હતું નહીં. ખૂબ જ સોજો અને વધારે પડતાં રક્તસ્ત્રાવ હોવાથી પહેલો પ્રયત્ન નિષ્ફળ રહ્યો. ચાર દિવસ પછી બીજો પ્રયત્ન કરવામાં આવ્યો અને બીજા પ્રયત્નમાં સફળતા મળી હતી.

Back to top button