ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં AMC દ્વારા 24 કલાકમાં જ સાડા ત્રણ કિ.મી.નો રોડ તૈયાર કરવાનો આજે રેકોર્ડ સર્જાશે

  • AMCમાં સૌપ્રથમવાર આ પ્રકારે રોડ રિસરફેસની કામગીરી હાથ ધરાઈ
  • દક્ષિણ ઝોનમાં નારોલ ટર્નિંગથી સદાની ધાબી સુધીનો 1,600 મીનો રોડ તૈયાર કરાશે
  • આ કાર્યમાં મ્યુનિ.નાં 12 ઇજનેરો ચાંપતી નજર રાખશે

અમદાવાદમાં AMC દ્વારા 24 કલાકમાં જ સાડા ત્રણ કિ.મી.નો રોડ તૈયાર કરવાનો આજે રેકોર્ડ સર્જાશે. જેમાં 24 કલાકમાં જ 7,000 મે.ટન મટિરિયલથી 3.5 કિ.મી. રોડ રિસરફેસનો વિક્રમ સર્જશે. હેબતપૂરમાં 1,200 મી., નારોલમાં 1,600 મી., એરોઝ ફુટથી 1,000 મી.ના રોડનો સમાવેશ કરાયો છે. દક્ષિણ ઝોનમાં નારોલ ટર્નિંગથી સદાની ધાબી સુધીનો 1,600 મીનો રોડ તૈયાર કરાશે. AMCમાં સૌપ્રથમવાર આ પ્રકારે રોડ રિસરફેસની કામગીરી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં લોહીની અછતથી દર્દીઓને હાલાકી, બ્લડ યુનિટ કલેક્શનમાં જંગી ઘટાડો

દક્ષિણ ઝોનમાં નારોલ ટર્નિંગથી સદાની ધાબી સુધીનો 1,600 મીનો રોડ તૈયાર કરાશે

AMC દ્વારા શહેરના ત્રણ જુદા જુદા વિસ્તારોમાં 7,000 મે. ટન જેટલા મટિરિયલ્સનો ઉપયોગ કરીને ફક્ત 24 કલાકમાં જ સાડા ત્રણ કિ.મી.નો રોડ તૈયાર કરવાનું આયોજન કરીને બુધવારે રાત્રે 8 વાગ્યાથી કામગીરી શરૂ કરાઈ છે અને ગુરૂવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં ત્રણ વિસ્તારોમાં એકથી દોઢ કિ.મી.ના રોડ તૈયાર કરીને કુલ 7,000 મે. ટન મટિરિયલનો ઉપયોગ કરીને સાડા ત્રણ કિલોમીટરનાં રોડ રિસરફેસ કરી વિક્રમ સર્જવામાં આવશે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં આર્યમાન બંગ્લોઝથી હેબતપૂર ગામ સુધીનો 1,200 મી. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એરોઝ ફુટથી ફ્લોરેન્સ એટ-9 સુધીનો 1,000 મી. અને દક્ષિણ ઝોનમાં નારોલ ટર્નિંગથી સદાની ધાબી સુધીનો 1,600 મીનો રોડ તૈયાર કરાશે.

કામ પર મ્યુનિ.નાં 12 ઇજનેરો ચાંપતી નજર રાખશે

સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, AMCમાં સૌપ્રથમવાર આ પ્રકારે રોડ રિસરફેસની કામગીરી હાથ ધરાઈ છે. મ્યુનિ.હદમાં ભેળવાયેલા નવા વિસ્તારોમાં ટીપી સ્કીમ અંતર્ગત પ્રાથમિક સુવિધાનાં કામો ચાલી રહ્યાં છે. જેમાં પાણીની લાઇનો, ગટર લાઇનો, સ્ટોર્મ વોટર લાઇન, રોડ, સ્ટ્રીટ લાઇટ વગેરેનો સમાવેશ થાય છે. રોડના કામો મંથરગતિએ ચાલતા હોવાની ફરિયાદોને પગલે રોડ રિસરફેસની કામગીરીને અગ્રતા આપવાનું નક્કી કરાયું છે. ત્રણ જગ્યાએ ટીપી સ્કીમ અંતર્ગત રોડ ખોલવામાં આવ્યા છે, એટલે જમીન છે, જ્યાં ખોદકામ કરી કપચી અને વેટમિક્સ મટિરિયલ પાથરી દેવાયુ છે, પરંતુ સૌથી મહત્વનુ કામ DBM કરવાનુ એટલે કે તેની ઉપર ડામર-કપચીનુ હોટમિક્સ મટિરિયલ પાથરી રોડ રોલર ફેરવવાનુ છે. જેના માટે કોન્ટ્રાક્ટરે તેનાં બે મોટા હોટમિક્સ પ્લાન્ટમાં ડામર સહિતનાં મટિરિયલનો સ્ટોક તૈયાર કરી નાખ્યો છે. આ કામગીરી માટે 4 લોડર મશીન, 34 ડમ્પર સહિતની જરૂરી મશીનરી અને મેનપાવરની વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યુનિ.નાં 12 ઇજનેરો ચાંપતી નજર રાખશે.

Back to top button