ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

વેંકૈયા નાયડુની રાજ્યસભામાંથી વિદાય, પીએમ મોદીએ કહ્યું, ‘તમારી ભૂમિકાઓનો હું સાક્ષી…

Text To Speech

ચોમાસુ સત્રનો આજે 16મો દિવસ છે. રાજ્યસભામાં સોમવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો વિદાય સમારંભ યોજાયો. રાજ્યસભામાં વિદાય આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં ભાષણ આપ્યું હતું.

વેંકૈયા નાયડુની રાજ્યસભામાંથી વિદાય

પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે સૌ ગૃહના અધ્યક્ષ અને દેશના ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થવા પર તેમનો આભાર માનીએ છીએ. ગૃહ માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. તેમણે કહ્યું કે ભલે આ ગૃહને નેતૃત્વ આપવાની તમારી જવાબદારી પૂરી થઈ રહી છે. પરંતુ અમને ભવિષ્યમાં લાંબા સમય સુધી તમારા અનુભવોનો અમારા જેવા અનેક જાહેર જીવનના કાર્યકરોને લાભ મળતો રહેશે. તેમણે કહ્યું કે એમ વેંકૈયા નાયડુ એવા ઉપરાષ્ટ્રપતિ છે જેમણે હંમેશા પોતાની તમામ ભૂમિકાઓમાં યુવાનો માટે કામ કર્યું છે. યુવા સાંસદોને પણ ગૃહમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો વિદાય સમારંભ

પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે, દેશ પોતાના આગામી 25 વર્ષની નવી યાત્રા શરૂ કરવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, અમે લોકો લોકતંત્ર વિશે આપની પાસેથી ઘણુ શિખી શકીએ છીએ. આપ દરેક જવાબદારીની પુરી નિષ્ઠાથી નિભાવી શકો છો. નાયડૂજીની વન લાઈનર, વિન લાઈનર હોય છે.

Back to top button