અમદાવાદમાં ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી 15મી ડિસેમ્બરથી શરૂ થઈ છે. જેમાં શનિ-રવિવારમાં ભાવિ ભક્તો સાથે સામાન્ય જનતાને રજા હોય છે તેથી વધુ સંખ્યામાં લોકો ઉત્સવમાં ભાગ લેવા આવી રહ્યાં છે. જેમાં સરદાર પટેલ રિંગ રોડ પરના ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ વચ્ચે યોજાયેલા આ મહોત્સવમાં રોજ એક લાખથી વધુ ભાવિક ભકતો પ્રમુખસ્વામી નગર નિહાળવા પહોંચે છે.
આ પણ વાંચો: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં કોરોના ગાઇડલાઇનના આ નિયમોનું કરવું પડશે પાલન
ભારે ધસારાને કારણે ઓગણજને જોડતા રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો
ખ્રિસ્તી તહેવાર ક્રિસમસ અને કાંકરિયા કાર્નિવલ શરૂ થયો છે. ત્યારે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં રેકોર્ડબ્રેક સવા બે લાખ લોકોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. અત્યારસુધીમાં મહોત્સવમાં આવેલા લોકોમાં આ સંખ્યા સૌથી વધુ હતી, જેમાં બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં લગભગ દોઢ લાખ લોકો ઊમટ્યા હતા, જ્યારે રાતના 10 વાગ્યા સુધીમાં તો સવા બે લાખનો આંકડો પાર કરી દીધો હતો. મહોત્સવમાં ભારે ધસારાને કારણે ઓગણજને જોડતા રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
આ પણ વાંચો: ગુજરાત ભાજપનો ગઢ છે અને રહેશે, 2022ની 2024માં અસર થશે: અમિત શાહ
200 એકર જમીનમાં પ્રમુખસ્વામી નગર ઊભું કરવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે લોકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડે નહી તે માટે BAPS સંસ્થા દ્વારા વિવિધ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બહારગામથી દર્શન માટે ખાસ પધારતા દર્શનાર્થીઓ માટે ઘુમા, બોપલથી માંડીને ઝુંડાલ, કુડાસણ, ગાંધીનગર સુધી ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ તા.15 ડિસેમ્બર 2022થી 15મી જાન્યુઆરી 2023 સુધી યોજાવાનો છે. 600 એકરમાં પથરાયેલી જમીનમાંથી 200 એકર જમીનમાં પ્રમુખસ્વામી નગર ઊભું કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: 31 ડિસેમ્બરે નશો કરી છાટકા બન્યા તો ગયા સમજો, પોલીસે અપનાવી આધુનિક ટેક્નોલોજી
ઓગણજ સર્કલ પાસે બેરિકેડ્સ મૂકીને વાહનોને વૈષ્ણોદેવી તરફ ડાઇવર્ટ કરાયા
આ નગરમાં પ્રમુખસ્વામીની 30 ફૂટ ઊંચી મૂર્તિ ઉપરાંત દિલ્હી સ્થિત અક્ષરધામની પ્રતિકૃતિ રૂપ અક્ષરધામ, પાંચ પ્રદર્શન ખંડ તેમ જ ગ્લો ગાર્ડન, બાળનગરી, લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતનાં વિવિધ જોવાલાયક સ્થળો ઊભાં કરવામાં આવ્યાં છે. ટ્રાફિક-પોલીસની સાથે સ્વયંસેવકો ઉપરાંત ખુદ સ્વામી પણ સાંજના સમયે ઊભા રહેતા હોય છે. ત્યાં સુધી કે ઓગણજ સર્કલ પાસે બેરિકેડ્સ મૂકીને વાહનોને વૈષ્ણોદેવી તરફ ડાઇવર્ટ કરવામાં આવે છે.