ધાર્મિક ડેસ્કઃ વૈદિક જ્યોતિષમાં દેવગુરુ બૃહસ્પતિની ગતિ પરિવર્તનનું વિશેષ મહત્વ છે. ગુરુ ગ્રહની સીધી અને ઉલટી બંને ચાલની બારેય રાશિ પર અસર થાય છે. ગુરુ લગભગ 13 મહિના પછી એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. 29 જુલાઈના રોજ ગુરુ ગ્રહ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે.
ગુરુની આ સ્થિતિ આગામી ચાર મહિના સુધી રહેશે. જ્યોતિષીઓના મતે પ્રતિકૂળ ગુરુ મીન રાશિમાં હોવાને કારણે દુર્લભ ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આ યોગની શુભ અસર આવનારા ચાર મહિના સુધી કેટલીક રાશિઓ પર રહેશે. જાણો કઈ રાશિના જાતકોને આ સમયમાં થશે પ્રગતિ અને ધનલાભ…
- કર્ક રાશિના લોકો માટે 29 જુલાઇથી સારો દિવસ આવી શકે છે. જો હાલમાં તમે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમને જલદી રાહત મળી શકે છે. વેપારીઓને વેપારમાં ઇચ્છિત નફો મળશે. રોકાણ માટે સમય સારો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓને સફળતા મળી શકે છે.
- મીન રાશિમાં ગુરૂ ગ્રહની વક્રી સ્થિતિ મકર રાશિના લોકોને શુભ પરિણામ આપશે. આ સમયગાળા દરમિયાન મકર રાશિના લોકોને નોકરીમાં પ્રગતિની સાથે આવકમાં પણ વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. સંપૂર્ણ ઇમાનદારીથી કરેલા કામમાં સફળતા મળશે.
- મીન રાશિના લોકો માટે ગુરુ પુષ્ય યોગ લાભદાયક સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાની વધુમાં વધુ તકો રહેશે. ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. કાર્યસ્થળ પર સહકર્મચારીઓનો સહયોગ મળશે.