અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

છેતરપીંડીથી મેળવેલા રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવી દેશની બહાર મોકલવાનું રેકેટ ઝડપાયું; જાણો મોડસ ઓપરેન્ડી!!

અમદાવાદ 13 જુલાઈ 2024 : અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મુખ્ય બે ઇસમો બાકીના પગાર પર રાખેલા કુલ 13 મળતીયાઓને સાયબર ક્રાઇમે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુલ ત્રણ દુકાનો ભાડે રાખી છેતરપિંડી આચરી મેળવેલા રૂપિયા સામાન્ય લોકોને લોભ લાલચ આપી તેમના બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમના નામે રૂપિયા જમા કરાવી મેળવી વિદેશની ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવી દેશની બહાર મોકલી ગુનો આચરતા હતા. તો કેવી હતી? આ બંને મુખ્ય આરોપીઓની સાઇબર ક્રાઇમ કરવાની મોર્ડસ ઓપરેન્ડી જાણીએ અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા!!

મુખ્ય 4 આરોપી, કુલ ૧૩ ની ધરપકડ

સાઇબર ક્રાઇમ ડીસીપી ડો. લવીના સિન્હા પત્રકાર પરિષદને સંબોધન કરી જણાવે છે કે અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારના વિજયપાર્ક ચાર રસ્તા પાસે આવેલા મારુતિ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર ક્રીશવ એન્ટરપ્રાઈઝ દુકાન નં-પ૯ માં દિપક રાદડીયા નામનો ઈસમ તથા બીજા માળે દુકાન નં-૨૪૩,૨૪૪ માં દિલીપ જાગાણી નામનો ઈસમ દુકાન ભાડેથી રાખી તેમાં પગારદાર માણસો સાથે મળી લોકોને કમીશનની લાલચ આપતો જે બાદ તેમની પાસેથી બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ મેળવી લઈ તે બેંક એકાઉન્ટ લોકોને સોશીયલ મીડીયાના માધ્યમથી પોતાની ખોટી ઓળખ ઉભી કરી અલગ-અલગ પ્રકારની વધુ પૈસા કમાવવાની લાલચ આપતાં અથવા કોઇ ગુનાનો ડર બતાવી તેમની સાથે છેતરપીડી કરતા જેમને શહેર સાયબર ક્રાઇમની ટીમે સ્થળ ઉપર રેડ કરી મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા.

ત્રણ દુકાનોમાં રેડ કરી મુદ્દામાલ કબજે કર્યો

DCP સિન્હાએ આ અંગે વધુ વાત કરતા જણાવ્યું હતું કે આરોપી દિપક રાદડિયા અને દિલીપ જાગાણીની કુલ ત્રણ દુકાનોમાં રેડ કરતા અલગ અલગ બેંકની પાસબુક-30 ચેકબુક-39 એટીએમ કાર્ડ-59 સીમકાર્ડ-9 બેંક એકાઉન્ટ ખોલવા માટેના ફોર્મ-5, બેંકમાં નાણા જમા કરાવ્યાની સ્લીપ-5, નોટો ગણવા માટેનુ મશીન-1 ફીંગરપ્રીન્ટ સ્કેનર મશીન-1 રબર સ્ટેમ્પ-02 હિસાબ માટેના ચોપડાઓ-4. મોબાઇલ ફોન-30 વિગેરે મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આરોપી કેતન પટેલ, દર્શિલ શાહ આ રીતે કરતા હતા મદદ

સાઇબર ક્રાઇમની નવી મોડસ ઓપરેન્ડી વિશે આ અંગે આગળ વાત કરતા પોલીસ જણાવે છે કે દિપક રાદડીયા તથા દિલીપ જાગાણી નામના બંને ઇસમો આ પ્રકારનું ક્રાઈમ આચરવા માટે જરૂરિયાત મંદ લોકો પાસેથી એકાઉન્ટ ખોલાવી તેમને કમીશન આપી બદલામાં બેંકની પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ, સીમકાર્ડ વિગેરેની કીટ મેળવી લેતાં જે બાદ આ તમામ બેંક એકાઉન્ટોને કેતન પટેલ નામના તેમના મળતીયાને આપતા હતાં જે બાદ કેતન પટેલ આ બેંક એકાઉન્ટોને ચાઈનીઝ વ્યક્તિઓના વોટ્સએપ તથા ટેલીગ્રામ પર મોકલી આપતો હતો. આ ચાઇનીઝ વ્યક્તિઓ દ્વારા આ એકાઉટમાં રૂપિયા જમા કરાવી તે રૂપિયાને એકાઉટ હોલ્ડરની સાથે બેંકમાં જઇ જમા થયેલા રૂપિયા સેલ્ફ ચેકથી કાઢી આ કેશ રકમ આંગડીયાથી તેમની સાથે જોડાયેલા અન્ય ઈસમ દર્શિલ શાહને મોકલી આપતા અને તેની પાસેથી કેશ રકમને ક્રીપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવી બાદમાં આ ક્રિપ્ટો કરન્સી ચાઈના ખાતે તેના મળતીયા માણસોને મોકલી આપી રૂપિયાનું મોટું કૌભાંડ આચરતા હતા. જે અંગે હાલ સાયબર ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ પણ વાંચો : માધુપુરા ક્રિકેટ સટ્ટાનું માસ્ટર આઈડી બનાવનાર ઝડપાયો, દુબઈથી પંજાબ આવતા જ ધરપકડ

Back to top button