ઉત્તર ગુજરાતગુજરાત
દાંતા નજીક સંજીવની દૂધના પાઉચનો જથ્થો મળી આવ્યો
બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકોને પોષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે દાંતા સહિતના આદિવાસી વિસ્તારમાં સંજીવની દૂધની યોજના અમલમાં મૂકેલી છે. ત્યારે આજ રોજ દાંતાના જંગલમાં વિસ્તારમાં અંદાજે 2000 જેટલા સંજીવની દૂધના પાઉચમાં ફેકાયેલા મળી આવ્યા છે. જેને પગલે લોકોમાં રોષ ફેલાયો છે.
2000 જેટલા સંજીવની દૂધના પાઉચ મળી આવ્યા
સરકારની યોજના મુજબ શાળાઓ તેમજ આંગણવાડીમાં દૂધના પાઉચનો જથ્થો પહોંચાડવા કોન્ટ્રાક્ટ આપેલ હોય છે. જોકે આ જથ્થો મોટા પ્રમાણમાં ફેંકાયેલી હાલતમાં મળતા અનેક શંકા ઉઠવા પામી હતી. આ અંગે જવાબદાર તંત્ર કસુરવાર સામે જલ્દીથી પગલાં ભરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.