ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના આ શહેરમાંથી ખાનગી અનાજના વેપારી પાસેથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો

Text To Speech
  • જિલ્લા પુરવઠા અધિકારીની ટીમની તપાસ દરમિયાન કૌભાંડનો પર્દાફાશ
  • દુકાનમાંથી 54 કટ્ટા ચોખા અને 8 કટ્ટા ઘઉં મળી આવ્યા
  • અનાજની દુકાનની સીઝ કરવામાં આવી છે

ગુજરાતના પંચમહાલમાંથી ખાનગી અનાજના વેપારી પાસેથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. જેમાં ખાનગી વેપારીને ત્યાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. તેમાં 54 કટ્ટા ચોખા, 5 કટ્ટા ઘઉંનો સરકારી જથ્થો પકડાયો છે. પટેલ ટ્રેડર્સ નામના અનાજના વેપારીની દુકાન સીઝ કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારીની ટીમની તપાસ દરમિયાન સરકારી ચોખા અને ઘઉંનો અનઅધિકૃત જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: ભારતમાં બેન્કિંગ સાઇબર ફ્રોડ કેસમાં વધારો, ગુજરાતમાં થયેલ કેસનો આંકડો જાણી રહેશો દંગ 

54 કટ્ટા ચોખા અને 8 કટ્ટા ઘઉં મળી આવતા અનાજની દુકાનની સીઝ કરવામાં આવી

પટેલ ટ્રેડર્સ નામના ખાનગી અનાજના વેપારીના ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શહેરાના નાડા બાયપાસ રોડ ઉપર આવેલી ખાનગી અનાજના વેપારીનાં ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 54 કટ્ટા ચોખા અને 8 કટ્ટા ઘઉં મળી આવતા અનાજની દુકાનની સીઝ કરવામાં આવી છે. સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ખાનગી અનાજની દુકાનમાંથી મળી આવેલ સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો કઈ સસ્તા અનાજની દુકાન છે તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

હરેશભાઈ મકવાણા છેલ્લા ઘણાં વર્ષોથી પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે

થોડા મહિના પહેલા જ સરકાર દ્વારા હરેશ મકવાણાની બદલી પંચમહાલ જિલ્લામાં પુરવઠા અધિકારી તરીકે કરવામાં આવી છે. હરેશભાઈ મકવાણા છેલ્લા ઘણાં વર્ષોથી પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ એક વર્ષ પહેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે જિલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા હતા. અને થોડા મહિના પહેલા જ તેઓની પંચમહાલ જિલ્લામાં જ પુરવઠા અધિકારી તરીકે બદલી કરવામાં આવી હતી. અગાઉ તેમણે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન જિલ્લામાં પંચાયત હસ્તકના ભૂતકાળમાં કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા વિકાસના કામોની જાત તપાસ કરી હતી. અને તેમાં ભૂલ દેખાય તો કસુરવારો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી.

Back to top button