ગુજરાત
વડગામના તેનીવાડામાં અજગર જોવા મળતા લોકોમાં ફફડાટ


બનાસકાંઠાના વડગામ તાલુકાના તેનીવાડા ગામની સીમમાં અજગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો..
ચોમાસાને પગલે અવારનવાર સરીસૃપો જોવા મળતા હોય છે ત્યારે આજ રોજ તેનીવાડા ગામની સીમમાં આવેલી હોટલના પાછળના ભાગેથી અજગરે દેખા દીધી હતી.જેને પગલે ગામલોકોએ ફોરેસ્ટ વિભાગને આ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને ભારે જહેમત બાદ અજગરને પકડીને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. જે બાદ ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો