ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં ત્રણ દિવસની જાહેર રજા


દિવાળીના દિવસે તેમજ બેસતા વર્ષના દિવસે તમામ સરકારી કચેરીઓમાં રહેશે જાહેર રજા તેમજ તારીખ 25ના પડતર દિવસ છે ત્યારે આ દિવસે પણ સરકારી રજા જાહેર કરવામાં આવી છે. . સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે જેમાં દિવાળીની રજાઓને લઈને જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ જાહેરનામાંમાં દિવાળીના દિવસે તેમજ બેસતા વર્ષે રજા જાહેર કરવામાં આવી છે.
સરકારી કચેરીઓમાં ત્રણ દિવસની જાહેર રજા
ગુજરાતના વહીવટી વિભાગ દ્વારા દિવાળી દરમિયાન કયા દિવસે સરકારી કચેરી ચાલુ રહશે અને કયા દિવસે નહીં તે અંગેનુ જાહેરનાંમુ બહાર પાડવામાં આવ્યુ છે જેમાં તારીખ 24 ઓક્ટોબરને સોમવારે અને 26 તારીખને બેસતુ વર્ષ તેમજ ભાઈબીજ સાથે હોવાથી આ બન્ને દિવસ જાહેર રજાનું એલાન કરવામાં આવ્યુ છે તેમજ આ બે દિવસની વચ્ચે 25 તારીખે પડતર દિવસ છે આથી આ દિવસે સરકારી કચેરીઓ ચાલુ રહશેની આશંકાઓ જતાવવામાં આવી હતી. પણ આ જાહેરનામાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે તારીખ 25 એ પણ જાહેર રજા રહશે. જેના કારણે આ દિવસે પણ સરકારી કચેરીઓ બંધ રહશે
25 તારીખની રજાના બદલામાં આ દિવસે કચેરીઓ ખુલ્લી રહશે
સરકારી કચેરીઓમાં તા. 24, 25, 26વ એમ ત્રણેય દિવસની રજા જાહેર કરવામાં આવી છે જેના કારણે આ ત્રણ દિવસ સરકારી કચેરીઓ બંધ રહશે. એટલે સરકારી કચેરીને લગતા કોઈ પણ કામ આ તારીખ પહેલા કા તો પછી કરાવવા અંગેની જાહેરાત કમવામાં આવી છે તેમજ આ ત્રણ દિવસની વચ્ચે 25 તારીખે પડતર દિવસ છે આથી આ દિવસે સરકારી કચેરીઓ ખુલશેની આશંકા હતી પણ સરકારે આ દિવસે પણ જાહેર રજાનું એલાન કરવામાં આવ્યુ છે. ત્યારે તા. 25 એ આપેલી રજાના બદલામાં તા 12 નવેમ્બરને બીજો શનિવાર હોવા છત્તા તમામ સરકારી કચેરીઓ ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો : દિવાળીના એક દિવસ પહેલા ISROનું સૌથી ભારે રોકેટ થશે લોન્ચ