અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતને ગોવા બનાવવાનો પ્રયાસ, આ સ્થળો પર દારૂબંધી હળવી કરવા દરખાસ્ત મુકાઈ

અમદાવાદ, 01 જાન્યુઆરી 2024, ગુજરાતમાં ગાંધીનગર ખાતેની ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કર્યા બાદ હવે દારૂ પીવા માટેની છૂટ સાથે બીચ ટુરિઝમના પ્રોજેક્ટ્સ માટે દરખાસ્ત કરવામાં આવી છે.જેથી હવે આ પ્રવાસન સ્થળો પર પણ દારૂ પીવાની છૂટ મળે તો નવાઈ નહીં. પ્રથમ તબક્કે ટુરિઝમ વિભાગ તરફથી સૌરાષ્ટ્ર-કચ્છના માંડવી, શિવરાજપુર, બેટ દ્વારકા, માધવપુર અને દક્ષિણના તીથલનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

પ્રવાસન વિભાગે બીચ ટુરિઝમ પ્રોજેક્ટ માટે કમસ કસી
તાજેતરમાં જ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર થઇ રહ્યો છે. ત્યારે આજથી ચાર વર્ષ પહેલાં જ રાજ્યના પ્રવાસન વિભાગે બીચ ટુરિઝમ માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે કોઈ ડેવલોપર્સ અથવા તો રોકાણ કરી શકે તેવા કોઈ કંપનીના સમજૂતી કરારો નહીં મળતાં સમગ્ર પ્રોજેક્ટ અભરાઈએ ચડાવી દેવાયો હતો. પરંતુ ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈનની મંજૂરી મળ્યા બાદ ફરીથી પ્રવાસન વિભાગે 2000 કરોડના સંભવિત ખાનગી મૂડીરોકાણ સાથે બીચ ટુરિઝમ પ્રોજેક્ટ માટે કમરકસી છે. જેમાં આ વખતે માત્ર પાંચ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

રાજ્ય બહારના અને વિદેશના પ્રવાસીઓને આકર્ષી શકાય
ગાંધીનગરમાં પ્રવાસન વિભાગના અધિકારીઓમાં ચર્ચાઈ રહ્યું છે કે, ગુજરાતના દરિયાકિનારાનો ઉપયોગ બીચ ટુરિઝમ તરીકે થઇ શકે છે. જો આ જગ્યાએ સરકાર ગિફ્ટ સિટીની જેમ દારૂબંધીની છૂટ આપે તો રાજ્ય બહારના અને વિદેશના પ્રવાસીઓને આકર્ષી શકાય તેમ છે. તેથી પ્રવાસન વિભાગે હવે દારૂબંધીની નીતિ હળવી કરવા સાથે સરકારની મંજૂરી માગી છે. જે પાંચ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે તેમાં બેટ દ્વારકા, પોરબંદરના માધવપુર, કચ્છના માંડવી, દ્વારકાના શિવરાજપુર અને વલસાડના તીથલનો સમાવેશ થાય છે.

બીચ પ્રોજેક્ટમાં સુરત અને સાપુતારાનો લાભ મળે તેમ છે
શિવરાજપુર અને બેટ દ્વારકાના પ્રોજેક્ટમાં પ્રવાસીઓને દ્વારકા મંદિર, શિવરાજપુર બીચ અને નાગેશ્વર જ્યોતિર્લિંગનો લાભ મળી શકે છે. એવી જ રીતે પ્રવાસીઓને માધવપુરના બીચની આસપાસ પોરબંદર, સોમનાથ અને ગીરનારનો લહાવો મળશે. માંડવીમાં ભૂજ અને ધોરડોના કચ્છના રણનો લાભ પ્રવાસીઓ ઉઠાવી શકશે, જ્યારે તીથલના બીચ પ્રોજેક્ટમાં સુરત અને સાપુતારાનો લાભ મળે તેમ છે. આ પાંચ બીચ ટુરિઝમમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેની અલગ દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી છે.

આ પણ વાંચોઃ વિકસિત ભારત સંકલ્પયાત્રાઃ મુખ્યમંત્રીએ યાત્રાના કર્મયોગીઓ સાથે સંવાદ કર્યો

Back to top button