ગુજરાતના આ શહેરમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટમાં રૂ.3.43 કરોડનો ખર્ચ માથે પડયો
- જાન્યુઆરી 2023માં મંત્રાલયે 90 દિવસમાં પ્રોજેક્ટ પૂરો કરવા પણ નિર્દેશ કર્યો હતો
- આ પ્રોજેક્ટમાંથી વર્ષ 2013ના અરસામાં વિદેશી ભાગીદારે પીછેહટ કરી હતી
- અંકલેશ્વર ખાતે પ્લાઝમા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ પાછળ કરોડોનો ખર્ચ
ગુજરાતના અંકલેશ્વર શહેરમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટમાં રૂ.3.43 કરોડનો ખર્ચ માથે પડયો છે. જેમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન ન થઈ પ્રજાના કરોડ રૂપિયા પાણીમાં ગયા છે. તેમાં અંકલેશ્વર ખાતેના પ્રોજેક્ટની ધુપ્પલનો કેગે ઘટસ્ફોટ કર્યો છે. વિદેશી પાર્ટનરની પીછેહટથી વધુ નુકસાન થયુ છે.
આ પણ વાંચો: જાણો કેમ ગુજરાતમાં અચાનક વધી રહી છે ગરમી, હવામાન વિભાગે કરી આગાહી
અંકલેશ્વર ખાતે પ્લાઝમા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ પાછળ કરોડોનો ખર્ચ
ગુજરાતમાં જીઆઈડીસી એસ્ટેટ, અંકલેશ્વર ખાતે પ્લાઝમા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ પાછળનો ખર્ચ માથે પડયો છે, એક દાયકા કરતાં વધુ સમય પછી પણ પ્રોજેક્ટ પૂરો કરી શકાયો નથી, એટલું જ નહિ પરંતુ પર્યાવરણ મંત્રાલયના અયોગ્ય સંચાલન, જીપીસીબી સહિતની પ્રોજેક્ટ મોનિટરિંગ કમિટીની નિગરાનીમાં ખામી, કાનૂની રાહે કરારની ગેરહાજરીના કારણે વીજળીનું ઉત્પાદન કરી શકાયું નથી, જેના કારણે પ્રજાના પૈસાનો રીતસર બગાડ થયો છે, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના રિપોર્ટમાં આ બાબતનો ઘટસ્ફોટ થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હવે બિનખેડૂત ખેતીની જમીન લઈ શકશે, જાણો કેવી રીતે
આ મહત્ત્વનો પ્રોજેક્ટ અત્યંત બદતર હાલતમાં છે
કેગના રિપોર્ટમાં કહેવાયું છે કે, સપ્ટેમ્બર 2022ના અરસામાં ટ્રાયલ રન અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જે સમયે ખબર પડી હતી કે, આ મહત્ત્વનો પ્રોજેક્ટ અત્યંત બદતર હાલતમાં છે, પ્રોજેક્ટ જે હેતુ માટે શરૂ થવાનો હતો તેના હેતુ સર કરી શકાયા નહોતા. રિપોર્ટમાં કહેવાયું છે કે, વન, પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગે સપ્ટેમ્બર 2010માં અંકલેશ્વર ખાતે પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, કચરાના નિકાલ અને વીજળી પેદા કરવા માટે વિદેશી ભાગીદાર કંપનીના સહયોગથી 6.26 કરોડનો આ પ્રોજેક્ટ સ્થપાવાનો હતો, પ્રોજેક્ટમાં મંત્રાલયના 3.71 કરોડ, ઔદ્યોગિક ભાગીદાર મેસર્સ એપીટી વર્જિનિયા, યુએસએને 2.55 કરોડનો ખર્ચ ભોગવવાનો થતો હતો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નિગરાની એજન્સી હોવાથી ઓક્ટોબર 2012ના અરસામાં એક મોનિટરિગ કમિટીની રચના કરાઈ હતી. આ યોજના 18 માસની સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવો લક્ષ્યાંક હતો, જોકે સમયાંતરે મુદ્તમાં વધારો કરાતો રહ્યો હતો.
આ પ્રોજેક્ટમાંથી વર્ષ 2013ના અરસામાં વિદેશી ભાગીદારે પીછેહટ કરી હતી
આ પ્રોજેક્ટમાંથી વર્ષ 2013ના અરસામાં વિદેશી ભાગીદારે પીછેહટ કરી હતી, એ પછી મોનિટરિંગ કમિટીએ ઓગસ્ટ 2013માં ટેક્નોલોજી પ્રદાન કરવા સંદર્ભે નવા વિદેશી ભાગીદાર સામેલ કરવા નિર્ણય કર્યો હતો, એ પછી વર્ષ 2014ના અરસામાં મેસર્સ ટેક્નો પ્લાઝમા સિસ્ટમ ઈંક વચ્ચે નવા એમઓયુ થયા હતા. કેન્દ્રીય મંત્રાલયે વર્ષ 2012થી 2016 વચ્ચે 3.34 કરોડની ફાળવણી કરી હતી, જેની સામે ઓગસ્ટ 2019 સુધીમાં 3.49 કરોડનો ખર્ચ કરાયો હતો. ઓડિટમાં બહાર આવ્યું હતું કે, આરએફ ટોર્ચ અને પાવર સપ્લાય સિસ્ટમની કિંમત ઉદ્યોગ ભાગીદારે ઉઠાવવાની થતી હતી, જોકે વિદેશી પાર્ટનર બદલાયા એ પછી મંત્રાલયના ભંડોળમાંથી રકમ ચુકવવામાં આવી હતી. માર્ચ 2019માં આરએફ ટોર્ચને મંત્રાલયના ખર્ચે અનિયમિત રીતે ખરીદાઈ હતી.
2.55 કરોડના યોગદાનમાંથી 2.42 કરોડનો ખર્ચ 2019ના અરસા સુધીમાં થયો હતો
ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, આરએફ ટોર્ચને ઈન્સ્ટોલ કરવામાં આવી નહોતી, એટલું જ નહિ પરંતુ તેની જાળવણી માટે કોઈ જ દરકાર લેવાઈ નહોતી, જેના કારણે કાટ લાગ્યો હતો, આ સિસ્ટમને રિપેરિંગની જરૂર હોવાનું પણ કહેવાયું હતું. એટલું જ નહિ પરંતુ જમીન મકાનની કિંમતનો જે ખર્ચ કરાયો છે તે મંજૂરી મુજબ માન્ય પણ નહોતો. 2.55 કરોડના યોગદાનમાંથી 2.42 કરોડનો ખર્ચ 2019ના અરસા સુધીમાં થયો હતો.
જાન્યુઆરી 2023માં મંત્રાલયે 90 દિવસમાં પ્રોજેક્ટ પૂરો કરવા પણ નિર્દેશ કર્યો હતો
કેગે નોંધ્યું છે કે, કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટમાં એપ્રિલ 2015થી જાન્યુઆરી 2020 સુધી તો પ્રોજેક્ટ મોનિટરિંગ કમિટીની બેઠક સુદ્ધાં મળી નહોતી. આમ આ યોજનામાં ઘોર બેદરકારીના કારણે પ્રજાના પરસેવાના નાણાંનો વેડફાટ થયો છે. સીપીસીબી અને જીપીસીબીની ટીમે સપ્ટેમ્બર 2021ના અરસામાં અંકલેશ્વર ખાતે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું એ વખતે પ્લાન્ટ જ કાર્યરત નહોતો, જે મશીનરી લવાઈ હતી તે પણ નિષ્ક્રિય હાલતમાં હતી. જાન્યુઆરી 2023માં મંત્રાલયે 90 દિવસમાં પ્રોજેક્ટ પૂરો કરવા પણ નિર્દેશ કર્યો હતો.