રામલીલા પર આધારિત નાટકમાં વાંધાજનક દ્રશ્યો-સંવાદો બદલ પ્રોફેસર સહિત છની ધરપકડ
પુણે, 03 ફેબ્રુઆરી : પુણેમાં રામલીલા પર આધારિત નાટકના મંચ પર વાંધાજનક દ્રશ્યો અને સંવાદો દર્શાવવા બદલ પાંચ વિદ્યાર્થીઓ અને એક પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ પૂણે યુનિવર્સિટીના છે જ્યાં આ વિવાદાસ્પદ નાટક કરવામાં આવ્યું હતું. એબીવીપીના વિરોધ પછી પણ આ નાટક કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વિદ્યાર્થી સંગઠને આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.
શુક્રવારે સાંજે આ નાટકના પ્રદર્શન અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના અધિકારીઓ અને પુણે યુનિવર્સિટીના ફાઈન આર્ટસ કેન્દ્રના વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ‘રામલીલા’ પર આધારિત આ નાટક વિવિધ ભૂમિકાઓ ભજવવા વાળા લલિત કલા કેન્દ્ર (સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ) ના કલાકારો દ્વારા બેકસ્ટેજમાં કરેલા મજાક પર આધારિત હતું.
In a shocking video surfaced on social media, in play staged at Savitribai Phule Pune University (SPPU), Mata Sita is being shown smoking a cigarette and Prabhu Shri Ram is assisting her in lighting it. Meanwhile audience laughing and enjoying pic.twitter.com/KWQ5qsvGjW
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 3, 2024
સોશિયલ મીડિયા પર સામે આવેલા આ આઘાતજનક વિડિયોમાં, સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી (SPPU)માં યોજાયેલા નાટકમાં માતા સીતાને સિગારેટ પીતા બતાવવામાં આવ્યા છે અને પ્રભુ શ્રી રામ તેને સિગારેટ પ્રગટાવવામાં મદદ કરી રહ્યા છે.
ઇન્સ્પેકટર અંકુશ ચિંતામને જણાવ્યું હતું કે ABVP અધિકારી હર્ષવર્ધન હરપુડેની ફરિયાદના આધારે, IPCની કલમ 295 (A) (ઈરાદાપૂર્વક કોઈ પણ વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની કોશિશ) અને અન્ય જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાથેજ, પોલીસે ફાઇન આર્ટસ સેન્ટર વિભાગના વડા ડૉ. પ્રવીણ ભોલે અને વિદ્યાર્થીઓ ભાવેશ પાટીલ, જય પેડનેકર, પ્રથમેશ સાવંત, હૃષિકેશ દળવી અને યશ ચીખલેની ધરપકડ કરી છે
એફઆઈઆર મુજબ, નાટકમાં સીતાનું પાત્ર ભજવી રહેલા એક પુરુષ અભિનેતાને સિગારેટ પીતો અને અપશબ્દોનો ઉપયોગ કરતો દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, એફઆઈઆરમાં જણાવાયું છે કે જ્યારે એબીવીપીના સભ્યોએ નાટક સામે વાંધો ઉઠાવ્યો અને પ્રદર્શન અટકાવ્યું તો કલાકારોએ તેમની સાથે ધક્કા- મુક્કી સાથે મારપીટ પણ કરી.
આ પણ વાંચો : JEE Mains 2024 Session 2 માટેની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે