અમદાવાદના કેમ્પ હનુમાનજીની શોભાયાત્રા નીકળી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ


- કેમ્પ હનુમાન ખાતેથી હનુમાનજીની શોભાયાત્રા કાઢવામાં આવી
- શોભાયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
- વાસણા ખાતે જઈ વાયુ દેવ પાસે ઉજવણીની મંજુરી લેવા જશે
દેશભરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં થનારી જન્મોત્સવની ઉજવણીના ભાગ રૂપે પરંપરાગત રીતે આજે અમદાવાદ શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી છે. જેનું પ્રસ્થાન મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે કરાવ્યું હતું.
કેમ્પ હનુમાન ખાતેથી હનુમાનજીની શોભાયાત્રા નિકળી
હનુમાન જયંતીની ઉજવણીના ભાગ રુપે આજે અમદાવાદ શાહીબાગ ખાતેના કેમ્પ હનુમાનથી ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે કેમ્પ હનુમાન ખાતેથી હનુમાનજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ શોભાયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે આરતી કરીને ઝંડી બતાવી આ યાત્રા શરૂ કરાવી હતી. રથયાત્રા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રીએ હનુમાનજીની શોભાયાત્રા શરૂ કરાવી છે.
જાણો શોભાયાત્રાનું ખાસ મહત્વ
મહત્વનું છે કે અહી દર વર્ષે હનુમાન જયંતીની આગાળના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ શોભાયાત્રાનું ખાસ મહત્વ એ છે કે . હનુમાન જન્મોત્સવની ઉજવણીની મંજુરી લેવા માટે શહેરી જનો હનુમાનજીના પિતા વાયુ દેવ પાસે શોભાયાત્રા થકી પહોચે છે. અને ઉજવણીની મંજૂરી માંગે છે.
આર્મી ગ્રુપ ઓપરેશનના કમાન્ડન્ટ રહ્યા હાજર
આ યાત્રાના પ્રસ્થાન માટે ભૂપેન્દ્ર પટેલ સવારે 8 વાગે મંદિર પહોંચ્યા હતા. અને અહી તેમણે સૌથી પહેલા હનુમાનજીની આરતી કરી હતી.ત્યારબાદ રથને ઝંડી આપી હતી. આ સાથે આર્મી ગ્રુપ ઓપરેશનના કમાન્ડન્ટે શ્રીફળ વધેરીને રથ શરૂ કરાવ્યો હતો.
રથયાત્રા કેમ્પ હનુમાનથી વાસણા વાયુદેવના મંદિર સુધી પહોંચશે
મહત્વનું છે કે રસ્તામાં રથયાત્રાનું સ્વાગત કરવા 40 સ્વાગત કેન્દ્રો પણ રાખવામાં આવ્યા છે.આ 20 કિમીની રથયાત્રા કેમ્પ હનુમાનથી વાસણા વાયુદેવના મંદિર સુધી પહોંચશે. અને 6 એપ્રિલે હનુમાન જ્યંતી નિમિતે મંદિરમાં સવારે 6 વાગ્યાથી દર્શન શરૂ થશે. અને આવતી કાલે હનુમાન જયંતી નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
આ પણ વાંચો : Johnson and Johnson: કેન્સર કેસમાંથી બહાર આવવા કંપનીએ પીડિતોને આપી મોટી ઓફર