ટ્રેન્ડિંગવર્લ્ડ

તુર્કી ભૂકંપ : જમીનની અંદર હલચલ અને 2000 કિમી સુધીની જમીન પર વિનાશ, જાણો શું છે વૈજ્ઞાનિક કારણ

તુર્કીમાં 6 ફેબ્રુઆરી 2023ની સવારે સવા ચાર વાગ્યાથી લઇને અત્યાર સુધી 550 વખત ધરતી કાંપી ચુકી છે. રિક્ટર સ્કેલ પર સાતની તીવ્રતાના 334 ભુકંપ આવી ચુક્યા છે. 6થી 7ની તીવ્રતાના 3 ભૂકંપ, 5થી 6ની તીવ્રતાના 26, 4થી 5ની તીવ્રતાના 185 અને 3થી 4ની તીવ્રતાના 334 ભુકંપ આવી ચુક્યા છે. પહેલા 7.8ની તીવ્રતાના ભુકંપથી જ્યારે ધરતી કાંપી હતી, ત્યારે તેમાંથી નીકળેલી ભુકંપીય લહેર 266 કિલોમીટર સુધી અનુભવાઇ હતી. તાકાતવર ભૂકંપોની ગહેરાઇ 10થી 20 કિલોમીટરની વચ્ચે હતી.

 

તુર્કી ભૂકંપ : જમીનની અંદર હલચલ અને 2000 કિમી સુધીની જમીન પર વિનાશ, જાણો શું છે વૈજ્ઞાનિક કારણ HUM DEKHENGE NEWS

એક શહેર દિયારબકીર. પહેલા જ ઝટકામાં એક સાથે 18 ઉંચી ઇમારતો પડી ગઇ. પહેલી લહેરની અસર 2000 કિલોમીટર સુધી મહેસુસ થઇ. જ્યારે સૌથી વધુ અસર તુર્કી, સીરિયા, લેબનાન અને સાઇપ્રસમાં જોવા મળી. નુકશાન સૌથી વધુ તુર્કી અને સીરિયામાં થયુ છે. તુર્કીની નીચેની ટેક્ટોનિક પ્લેટ સતત હલી રહી છે. તે આફ્રીકન પ્લેટ તરફ દબાણ કરી રહી છે, તેથી અહીં રિક્ટર સ્કેલ પર સાતની તીવ્રતાના ભૂકંપ આવે છે.

કેમ થઇ રહ્યુ છે આમ?

એનાટોલિયન માઇક્રોપ્લેટ્સ એજિયન માઇક્રોપ્લેટ્સ તરફ વધી રહી છે. બીજી બાજુ અરેબિયન ટેક્ટોનિક પ્લેટ તુર્કીની પ્લેટને દબાવી રહી છે. ઉપરથી યુરેશિયન પ્લેટ અલગ દિશામાં જઇ રહી છે. આ પ્લેટોની ધક્કામુક્કીથી તાકાત નીકળી રહી છે અને તેનાથી આખી ધરતી કાંપી રહી છે.

તુર્કીની ટેક્ટોનિક પ્લેટ બે ભાગમાં વહેંચાયેલી છે. પહેલી જેની પર ઇમારત બનેલી છે. બીજુ તેનાથી ખુબ નીચે. નીચેવાળી પ્લેટ પહેલા પાછળ હતી. જે હવે દબાણના કારણે સતત આગળ વધી રહી છે. એટલુ જ નહીં, એમ પણ બની શકે છે કે નીચેની પ્લેટ ખસવાના કારણે ઉપરની જમીન ફાટી જાય. વચ્ચે એક મોટી તિરાડ બની જાય. આખો દેશ બે ભાગમાં વહેંચાઇ જાય. કેમકે માઇક્રોપ્લેટ્સ નાની અને નબળી હોય છે. એનાટોલિયન માઇક્રોપ્લેટ્સ બહુ તાકાતવર હોતી નથી.

તુર્કી ભૂકંપ : જમીનની અંદર હલચલ અને 2000 કિમી સુધીની જમીન પર વિનાશ, જાણો શું છે વૈજ્ઞાનિક કારણ hum dekhenge news

કેટલી પ્લેટો પર છે તુર્કી અને તેની આસપાસનો વિસ્તાર?

તુર્કી ચાર ટેક્ટોનિક પ્લેટોના જંકશન પર વસેલુ છે. તેથી કોઇ પણ પ્લેટમાં જરા પણ હલચલ સમગ્ર વિસ્તારને હલાવી દે છે. તુર્કીનો મોટાભાગનો હિસ્સો એનાટોલિયન માઇક્રોપ્લેટ્સ પર છે. આ પ્લેટના પુર્વમાં ઇસ્ટ એનાટોલિયન ફોલ્ટ છે. ડાબી તરફ અરેબિયન પ્લેટ છે. દક્ષિણ-પશ્વિમમાં આફ્રિકન પ્લેટ છે. જ્યારે ઉત્તર દિશા તરફ યુરેશિયન પ્લેટ છે.

તુર્કી ભૂકંપ : જમીનની અંદર હલચલ અને 2000 કિમી સુધીની જમીન પર વિનાશ, જાણો શું છે વૈજ્ઞાનિક કારણ hum dekhenge news

વિપરિત દિશામાં ફરી રહી છે તુર્કીની નીચેની જમીન

તુર્કીની નીચે રહેલી માઇક્રોપ્લેટ્સ વિપરીત દિશામાં ફરી રહી છે. આ નાની પ્લેટ્સને અરેબિયન પ્લેટ ધકેલી રહી છે. ફરતી એનાટોલિયન પ્લેટને જ્યારે અરેબિયન પ્લેટથી ધક્કો લાગે છે, ત્યારે તે યુરેશિયન પ્લેટ સાથે ટકરાય છે. આ કારણે ભુકંપ આવે છે. એ પણ બે વખત. પહેલુ અરેબિયન પ્લેટની ટક્કરથી, બીજુ યુરેશિયન પ્લેટની ટક્કરથી.

આ પણ વાંચોઃ લોકસભામાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની ફરી એકવાર તબિયત લથડી

Back to top button