ટ્રેન્ડિંગમનોરંજન

અક્ષય કુમારે ગાયેલા ગીત ‘શંભુ’નું પાવરફુલ ટીઝર થયું રિલીઝ

Text To Speech

મુંબઈ, 03 ફેબ્રુઆરી : બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે પોતાની એક્ટિંગના જોરે લોકોના દિલમાં જગ્યા બનાવી છે. એક્શન, રોમાન્સ, કોમેડી હોય કે પછી સોશિયલ ડ્રામા, અભિનેતાએ પોતાની કારકિર્દીમાં તમામ પ્રકારની ફિલ્મો કરી છે. અક્ષય કુમારએ આજે ​​તેના ગીત ‘શંભુ’નું આકર્ષક ટીઝર રિલીઝ કર્યું. આ ગીત દ્વારા અભિનેતા પોતાની ગાયકીથી ચાહકોને દિવાના બનાવશે.

અક્ષય તેના અવાજથી ચાહકોને બનાવશે દિવાના

શંભુ નામના ગીતમાં અક્ષય કુમારે પોતાનો અવાજ આપ્યો છે. તેણે આજે શનિવારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ જાહેરાત કરી છે. આ એક મ્યુઝિક વીડિયો છે જે 5 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. તેનું નિર્દેશન ગણેશ આચાર્યએ કર્યું છે. અક્ષયે આ ગીતનું ટીઝર શેર કર્યું છે જેમાં તે ગીતની ધૂન પર ડાન્સ કરતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ગીતમાં તેનો લુક ફિલ્મ OMG 2 (2023) જેવો છે, જેમાં તેણે ભગવાન શિવના દુતની ભૂમિકા ભજવી હતી. ‘શંભુ’ ને વિક્રમ મોન્ટ્રોઝએ કમ્પોઝ કર્યું છે અને તેના લિરિક્ષ અભિનવ શેખરે લખ્યા છે. અક્ષયે આ ગીત સુધીર યદુવંશી અને વિક્રમ મોન્ટ્રોઝ સાથે ગાયું છે.

અક્ષય કુમારે ગાયા ઘણા ગીતો

જો કે આ પહેલીવાર નથી જ્યારે અક્ષય કુમારે પોતાના અવાજમાં ગીત ગાયું હોય. આ પહેલા પણ તે પોતાનો સિંગિંગ ટેલેન્ટ બતાવી ચૂક્યો છે. અભિનેતાએ ટશન ફિલ્મના એક ગીતમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો. આ સિવાય અભિનેતાએ સ્પેશિયલ 26નું એક ગીત ‘મુઝે મેં તુ’ પણ ગાયું હતું. આ ગીત ઘણું લોકપ્રિય બન્યું હતું.

અક્ષય કુમારની આગામી ફિલ્મ 

આ ઉપરાંત, અક્ષયે તાજેતરમાં તેની આગામી એક્શન થ્રિલર ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. અલી અબ્બાસ ઝફર દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ પણ મુખ્ય ભૂમિકામાં છે. જે એપ્રિલમાં ઈદ પર રિલીઝ થશે.

આ પણ વાંચો : ‘ભૂલ ભુલૈયા 3’ સારા-કિયારા પાસેથી છીનવી લીધી? કાર્તિક આર્યન સાથે આ એકટ્રેસની જોડી

Back to top button