ટ્રેન્ડિંગનેશનલ

ગજબની લૂંટેરી દુલ્હન! 7મી વાર છૂટાછેડા માટે કોર્ટ પહોંચી, દર વખતે 498a હેઠળ કર્યો કેસ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 28 જુલાઇ : લૂંટેરી દુલ્હન જે લગ્ન બાદ ઘરના દાગીના અને પૈસા લઈને ફરાર થઈ જાય છે. આવ ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે. આવી ગેંગમાં સામેલ અનેક યુવતીઓ અને પુરુષોની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન અને હરિયાણામાંથી આવા ઘણા કેસ નોંધાયા છે. હવે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક મહિલા 7મી વખત છૂટાછેડા માટે કોર્ટમાં પહોંચી તો જજ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

આ કેસ કર્ણાટકનો છે અને અહીં કોર્ટરૂમમાં સુનાવણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જજ વકીલને મહિલાના 7માં છૂટાછેડા વિશે પૂછી રહ્યા છે. જજને એમ કહેતા સાંભળી શકાય છે કે આ 7મા પતિનો કેસ છે? શું દરેકની સામે 498a હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે?

મહિલા તેના પતિ સાથે માત્ર છ મહિના જ રહેતી હતી

જવાબમાં વકીલે કહ્યું કે હા, દરેકની સામે 498a (અત્યાચાર, ક્રૂરતા)નો કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે ભારણ પોષણની પણ માંગણી કરી હતી. ન્યાયાધીશે પૂછ્યું કે તે એક પતિ સાથે કેટલો સમય રહી? જવાબ મળ્યો કે તે તેના પતિ સાથે એક વર્ષથી છ મહિના સુધી રહે છે અને કેસ દાખલ કરીને છૂટાછેડા લઈ લીધા છે. સેટલમેન્ટ માટે પૈસાની પણ વસૂલાત કરે છે.


આ પછી જજે કહ્યું કે આ મહિલા કાયદા સાથે રમી રહી છે. પીડિત પક્ષે ન્યાયાધીશ સમક્ષ મહિલાના તેના તમામ ભૂતપૂર્વ પતિ સાથેના લગ્ન અને લગ્નના દસ્તાવેજો રજૂ કર્યા. ન્યાયાધીશે સુનાવણી માટે આગામી તારીખ આપી અને આગામી સુનાવણી પર તમામ પતિઓને સંપૂર્ણ વિગતો સાથે બોલાવ્યા. હવે આ મામલો જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. કેટલાક કહે છે કે તે સારું છે કે ન્યાયાધીશે કેસમાં રસ દાખવ્યો અને કેસના મૂળમાં જવાનો પ્રયાસ કર્યો. જ્યારે કેટલાકે કહ્યું કે જો છોકરીની જગ્યાએ કોઈ છોકરો હોત તો તે આ કોર્ટમાંથી ઘરે ન ગયો હોત, પરંતુ તેને જેલમાં મોકલવામાં આવ્યો હોત.

Back to top button