WhatsAppમાં આવ્યું જોરદાર ફીચર, AI દ્વારા જનરેટ કરી શકાશે તમારી પસંદનો ફોટો
HD ન્યૂઝ ડેસ્ક, 30 મે: વોટ્સએપ યુઝર્સ માટે ઘણા AI ફીચર્સ ટૂંક સમયમાં આવી રહ્યા છે. વિશ્વની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર ટૂંક સમયમાં અન્ય એક નવું AI ફીચર આવશે. આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ તેમની પસંદગીની AI ઈમેજ જનરેટ કરી શકશે. વોટ્સએપ ઈમેજીન નામના આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપનું આ નવું ફીચર મેટાના લાર્જ લેંગ્વેજ મોડલ પર આધારિત હશે, જે યુઝર્સને ટેક્સ્ટમાંથી ઇમેજ જનરેટ કરવાની સ્વતંત્રતા આપશે.
WABetaInfoના રિપોર્ટ અનુસાર WhatsAppનું આ ફીચર એન્ડ્રોઇડ વર્ઝન 2.24.12.4માં જોવામાં આવ્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ એપની અંદર AIનો ઉપયોગ કરીને ફોટો જનરેટ કરી શકશે. રિપોર્ટમાં શેર કરાયેલા સ્ક્રીનશોટમાં ઇમેજિન નામનો નવો વિકલ્પ દેખાઈ રહ્યો છે, જેના પર ટેપ કરીને AI જનરેટેડ ફોટો બનાવી શકાય છે.
આ પણ વાંચો: WhatsApp યુઝર્સ માટે ખુશીના સમાચાર: હવે મોકલી શકશે લાંબા વોઇસ મેસેજ, કેવી રીતે?
WhatsApp AI ફોટો
વોટ્સએપનું આ નવું ઈમેજીન ફીચર એટેચમેન્ટ ઓપ્શનમાં એડ કરવામાં આવ્યું છે. જે હાલમાં બીટા યુઝર્સને આ ફીચર મળ્યું છે તેઓ એટેચમેન્ટ ઓપ્શનમાં ઈમેજીન પર ટેપ કરીને AI જનરેટેડ ઈમેજ બનાવી શકે છે. Meta AI પહેલાથી જ ઈમેજ જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે, જે ટેક્સ્ટ પ્રોમ્પ્ટની મદદથી AI ઇમેજ બનાવી શકશે.
📝 WhatsApp beta for Android 2.24.12.4: what’s new?
WhatsApp is working on a feature to quickly create AI-powered images, and it will be available in a future update!https://t.co/OTL9LCEWpF pic.twitter.com/kozc1iF1Qj
— WABetaInfo (@WABetaInfo) May 28, 2024
આ ફીચરને ગ્રુપ ચેટમાં @Meta AI ને ટેગ કરીને એક્સેસ કરી શકાય છે. આ ફીચર હવે વોટ્સએપમાં ઈમેજીન નામ સાથે એટેચમેન્ટ સેક્શનમાં ઉમેરવામાં આવશે. મેટાએ ગયા વર્ષે 2023માં જ તેના AI સહાયક Meta AIને WhatsAppમાં ઉમેરવાનું શરૂ કર્યું હતું. ગયા વર્ષે તે કેટલાક પસંદગીના પ્રદેશોમાં ઉમેરવામાં આવ્યું હતું.
ટૂંક સમયમાં ભારતમાં જોવા મળશે આ ફીચર
WABetaInfoના રિપોર્ટ અનુસાર WhatsAppનું આ ફીચર તે લોકો માટે હશે જેમની પાસે પહેલાથી MetaAI છે. આ ચેટબોટ હાલમાં માત્ર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, દક્ષિણ આફ્રિકા અને કેટલાક પ્રદેશોમાં ઉપલબ્ધ છે. એટલું જ નહીં Meta ભારતમાં તેના ચેટબોટનું પરીક્ષણ પણ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં ભારતના કરોડો WhatsApp વપરાશકર્તાઓને પણ આ સુવિધા મળી શકે છે.
આ પણ વાંચો: Lavaએ લોન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, 10 હજાર રૂપિયાથી ઓછામાં મળશે આ મજબૂત ફીચર્સ