વર્લ્ડ

ન્યૂઝીલેન્ડમાં 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ

Text To Speech

દુનિયા હજી તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપની ઘટનામાંથી બહાર આવ્યું નથી. ત્યાં ભારત સહિત દુનિયાના ઘણાં દેશોમાં સતત ભૂકંપના આંચકા અનુભવ થઈ રહ્યા છે. આ વચ્ચે આજે ન્યૂઝીલેન્ડની ધરતી ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. શનિવારે (4 માર્ચ) ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા બાદ લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી. એટલું જ નહીં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી છે.

આ પણ વાંચો : ચીનમાં 7.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા, તાજિકિસ્તાન-અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધ્રુજી

આ અંગે સ્થાનિક અહેવાલ અનુસાર, ન્યુઝીલેન્ડના દૂર ઉત્તરમાં પેસિફિક ક્ષેત્રમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં સુનામીનો કોઈ ખતરો જણાવવામાં આવ્યો નથી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. જોકે ભૂકંપના કારણે દરિયામાં સુનામીની કોઈ જ ચેતવણી આપવામાં આવી નથી. હાલમાં ભૂકંપમાં જો કે કોઈ નુકસાનના અહેવાલ નથી. અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓએ 10-20 સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.

Earthquake - Hum Dekhenge News

ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ અનુસાર, 4 માર્ચના ન્યૂઝીલેન્ડના કર્માડેક આઇલેન્ડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. ભૂકંપ 183 કિમી (113.71 માઇલ) ની ઊંડાઇએ હતો. યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમે કહ્યું છે કે ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી નથી.

આ પણ વાંચો : ભૂકંપનો ભય : ભારતમાં મેઘાલય અને મણિપુર તો દુનિયાના દેશોમાં પણ ધરા ધ્રુજી

આ અગાઉ ગત્ત મહિને પણ ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ન્યૂઝીલેન્ડમાં 15 ફેબ્રુઆરીની બપોરે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ગતિવિધિઓ વિશે માહિતી આપતી એજન્સી, EMSC એ જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડમાં લોઅર હટથી લગભગ 78 કિમી ઉત્તર પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

Back to top button