કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

પોસ્ટ ઓફિસમાં અડધી રાતે નશાની હાલતમાં પોસ્ટમેન મહિલા સાથે કઢંગી અવસ્થામાં ઝડપાયો

  • મોરબીના શનાળા ગામનો બનાવ
  • ગામવાસીઓએ મોડી રાત્રે બઘડાટી બોલાવી
  • પોસ્ટમેન ઉપરાંત એક રીક્ષા ચાલક પણ મળી આવ્યો હતો
  • પોલીસે મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ કર્યો હતો

મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા શકત સનાળા ગામે મોડીરાત્રીના પોસ્ટ ઓફિસ ખુલ્લી હતી અને પોસ્ટ ઓફિસના કર્મચારીએ પોસ્ટ ઓફિસ ખાતે મહીલાને બોલાવી હોય અને દારૂની મહેફિલ જમાવવી હોય તે વાતની જાણ સ્થાનીક લોકોને થતા સ્થાનિક લોકોએ ત્યાં પહોંચીને બઘડાટી બોલાવી હતી જેના લીધે પોલીસે સ્થળ ઉપર દોડી જઈને મામલાની તપાસ શરૂ કરતા શનાળા ગામના પોસ્ટ ઓફિસના કર્મચારીએ મોડીરાત્રીના પોસ્ટ ઓફિસ ખોલીને ત્યાં તેની સાથે એક રિક્ષા ડ્રાઇવર અને એક મહિલા દ્વારા મહેફીલ માંડવામાં આવી હોવાનું સામે આવ્યુ હતુ.તેમજ પોસ્ટ કર્મચારી તેમજ રિક્ષા ડ્રાઇવર ડમડમ હાલતમાં હતા અને પોસ્ટ કર્મચારી તથા મહિલા પોસ્ટ ઓફિસના રૂમમાં જાહેરમાંથી જોઈ શકાય તે રીતે અર્ધનગ્ન હાલતમાં નિર્લજ ચેનચાળા કરતા મળી આવ્યા હોય હાલ બે સામે જાહેરમાં ચેનચાળાનો ગુનો દાખલ કરાયો છે. જ્યારે બે સામે નશાયુકત હાલતમાં હોવાથી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

પોલીસ જ બની ફરિયાદી, ગુનો નોંધાયો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઘનશ્યામભાઈ નટુભાઈ ગઢવી દ્વારા મોરબીના શકત શનાળા ગામે રાજપર રોડ ઉપર આવેલ શક્તિનગરમાં રહેતા અને પોસ્ટ વિભાગમાં નોકરી કરતા રાજેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા (ઉ.વ.50) તેમજ મોરબીના સામાકાંઠે આવેલ ગ્રામ્ય વિસ્તારની આરતીબેન નામની મહિલા સામે ફરિયાદી બનીને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે શકત શનાળા ગામે આવેલ પોસ્ટ ઓફિસનો રૂમ મોડીરાત્રિના ખોલીને ઉપરોક્ત બંને આરોપીઓ પોસ્ટ ઓફિસ જેવા જાહેર સ્થળે જાહેરમાં દેખાય તે રીતે અર્ધનગ્ન હાલતમાં બીભત્સ ચેનચાળા કરતા મળી આવ્યા હતા. અને જાહેરમાં નીર્લજપણુ દાખવતા મળી આવ્યા હોય બંને (રાજેન્દ્રસિંહ અને આરતીબેન) સામે કલમ ૧૧૦, ૧૧૭ મુજબ જાહેરમાં ચેનચાળાનો ગુનો નોંધાયો હતો.જેની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.પી.ઝાલાને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દારૂ અંગેનો ગુનો અલગથી નોંધાયો

વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોડીરાત્રીના પોસ્ટની ઓફિસ ખુલી હોય અને ત્યાં છાનગપત્યા ચાલુ હોવાનું ધ્યાને આવતા લોકોનું ટોળું એકત્રીત થયું હતું અને પોલીસને જાણ કરી હતી જેથી મોરબી સીટી એ ડિવિઝનની પીસીઆર વાન ઘટના સ્થળે ગઈ હતી અને ત્યાં શનાળા ગામે પોસ્ટ ઓફિસના કર્મચારી એવા રાજેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા મોરબીના સામાકાંઠે આવેલ ગ્રામ્ય વિસ્તારની આરતીબેન નામની મહિલા સાથે જાહેરમાં નીર્લજ ચેનચાળા કરતા કઢંગી હાલતમાં મળી આવ્યા હોય તે બંને સામે ગુના નોંધાયો હતો.તેમજ રાજેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા નશાયુકત હાલતમાં હોય તેના વિરૂદ્ધ તેમજ અન્ય એક શખ્સ બચુભાઇ ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ.૪૮) રહે.શનાળા મુરલીધર હોટલ પાછળ પોસ્ટ ઓફિસના રૂમમાંથી નશાની હાલતમાં મળી આવેલ હોય તે બંને (રાજેન્દ્રસિંહ અને બચુભાઇ) વિરુદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ અલગથી ગુનો નોંધાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

Back to top button