ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

MPના બાલાઘાટમાં મતગણતરી પહેલા સ્ટ્રોંગ રૂમમાં પોસ્ટલ વોટ બોક્સ ખોલવામાં આવ્યું !

  • કોંગ્રેસ દ્વારા બાલાઘાટ જિલ્લાના કલેક્ટર પર મત ગણતરી પહેલા પોસ્ટલ વોટ બોક્સ ખોલવાનો આરોપ
  • ચૂંટણી પંચને સમગ્ર મામલે ફરિયાદ કરી કલેક્ટર અને કર્મચારીને સસ્પેન્ડ કરવાની માંગ

મધ્યપ્રદેશ, 28 નવેમ્બર : મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 17 નવેમ્બરે મતદાન થયું હતું. જેની મતગણતરી 3 ડિસેમ્બરે થશે. આ દરમિયાન કોંગ્રેસે બાલાઘાટ જિલ્લાના કલેક્ટર પર મત ગણતરી પહેલા પોસ્ટલ વોટ બોક્સ ખોલવાનો આરોપ લગાવ્યો છે. આનો એક વીડિયો પણ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને પોસ્ટલ વોટિંગમાં ગોટાળાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સંદર્ભે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે અને બાલાઘાટ કલેક્ટર ડૉ. ગિરીશ કુમાર મિશ્રા અને અન્ય કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે.

 

કોંગ્રેસે મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીને કરી ફરિયાદ

કોંગ્રેસે આ મામલે મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ રાજનને ફરિયાદ કરી છે. જેમાં તેણે બાલાઘાટ કલેક્ટર ડો.ગિરીશ કુમાર મિશ્રા પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ વતી જણાવાયું હતું કે, “કલેકટરે તિજોરી રૂમ ખોલીને પોસ્ટલ વોટ બિનઅધિકૃત રીતે બહાર કાઢી કર્મચારીઓને આપી દીધા હતા.” તેનો વિડીયો જાહેર કરતા જણાવવામાં આવ્યું હતું કે, “કર્મચારીઓ દ્વારા પોસ્ટલ વોટમાં મનસ્વી હેરાફેરી પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.” આ મામલે PCC ચીફ કમલનાથે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો શેર કરતા લખ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે. દોષિતો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. તેમણે કોંગ્રેસના કાર્યકરોને સતર્ક રહેવા અને કોઈપણ પ્રકારની ગડબડ ન થવા દેવા આહવાન કર્યું હતું.

પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને સંગઠન પ્રભારી રાજીવ સિંહ તેમજ ઉપાધ્યક્ષ અને ચૂંટણી પંચના કાર્ય પ્રભારી જે.પી. ધનોપિયા કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે ચૂંટણી કાર્યાલય પહોંચ્યા હતા અને ફરિયાદ કરી હતી. તેમણે બાલાઘાટ કલેક્ટર ડૉ. ગિરીશ કુમાર મિશ્રા અને તે કામ સાથે સંકળાયેલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો :લોકસભા ચૂંટણીની તૈયારી : 5 ડિસે.થી રાજ્યના તમામ કલેકટરોની દિલ્હીમાં તાલીમ

Back to top button