ગુજરાતના આ શહેરમાં ઝીકા વાયરસનો એક પોઝિટિવ કેસ આવ્યો


- લગભગ 90 હજારથી વધુ વસ્તીનો આરોગ્યલક્ષી સર્વે કરવામાં આવ્યો
- આસપાસના કુલ 474 ઘરોમાં ફોગીંગ પણ કરવામાં આવ્યું છે
- તાવ સહિતના લક્ષણો જણાતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
ગુજરાતના ગાંધીનગર શહેરમાં ઝીકા વાયરસનો એક પોઝિટિવ કેસ આવ્યો છે. જેમાં શહેરના સેક્ટર-5માં રહેતા વૃદ્ધને તાવ સહિતના લક્ષણો જણાતા તેમને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમને ઝીકા વાયરસના શંકાસ્પદ લક્ષણો હોવાથી તબીબ દ્વારા તેમના સેમ્પલ લેવડાવી પરીક્ષણ માટે પૂનાની લેબોરેટરીમા મોકલી આપ્યા હતા.
આસપાસના કુલ 474 ઘરોમાં ફોગીંગ પણ કરવામાં આવ્યું છે
સેમ્પલ પોઝિટિવ આવતા સ્થાનિક તંત્ર જ નહીં પરંતુ રાજ્યનું આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. જો કે, હાલ આ પોઝિટિવ વૃદ્ધની તબીયત સુધારા ઉપર અને સ્ટેબલ હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. મચ્છરથી ફેલાતા ઝીકા વાયરસનો કેસ ગાંધીનગર શહેરમાંથી મળી આવ્યો છે. તકેદારીના ભાગરૂપે પોઝિટિવ દર્દીના ઘરે તેમજ આસપાસના વિસ્તારમાં ફોગીંગ સહિત એન્ટી લારવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે.
લગભગ 90 હજારથી વધુ વસ્તીનો આરોગ્યલક્ષી સર્વે કરવામાં આવ્યો
કોર્પોરેશનની કુલ 72 જેટલી ટીમો દ્વારા સેક્ટર-4,5,6 અને સેક્ટર-13ની લગભગ 90 હજારથી વધુ વસ્તીનો આરોગ્યલક્ષી સર્વે કરવામાં આવ્યો છે અને ત્યાં એન્ટી લારવાની કામગીરી હાથ ધરાઇ છે. પાણીના પાત્રો ચકાશીને તેમાં મચ્છરોના પોરા હોય તો તેનો નાશ કરવા ઉપરાંત દર્દી તથા તેમની આસપાસના કુલ 474 ઘરોમાં ફોગીંગ પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: દિવમાં ફરવા ગયેલા બે યુવકો સાથે ચોંકાવનારી ઘટના બની