નેશનલ

પીએમ મોદીની જગ્યાએ તમિલનાડૂનો ગરીબ વ્યક્તિ બનશે ભારતનો વડાપ્રધાન: અમિત શાહ

હમ દેખેગે; ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) દક્ષિણ ભારતના બે દિવસના પ્રવાસ પર છે. રવિવારે એક સમાચાર સામે આવ્યા હતા કે અમિત શાહે પાર્ટીના નેતાઓ સાથે એક બેઠકમાં કહ્યું હતુ કે એક ગરીબ પરિવારના તમિલવાસીને ભારતના વડાપ્રધાન બનવું જોઈએ. આ સમાચારના થોડી વાર પછી જ તમિલનાડૂ બીજેપી અધ્યક્ષ અન્નામલાીએ આના પર સ્પષ્ટીકરણ આપ્યું હતું.

ગૃહમંત્રીએ પોતાની યાત્રાનો કર્યો ઉલ્લેખ: કે અન્નામલાઈ

તમિલનાડૂ બીજેપી પ્રમુખ કે. અન્નામલાઈ (Tamil Nadu BJP chief K Annamalai)એ તમિલ પીએમવાળા મુદ્દા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ આપણી પાર્ટીના કાર્યકર્તાઓ માટે સંબોધન હતું. ગૃહમંત્રી ખુબ જ સ્પષ્ટ હતા. તેમણે 1982થી એક બૂથ અધ્યક્ષના રૂપમાં પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ભૂમિકાથી લઈને હાલમાં ગૃહમંત્રી સુધીની પોતાની યાત્રાનો ઉલ્લેખ કર્યો. તેમણે આપણા પીએમની યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો. આપણા પીએમ અંગે તેમણે જણાવ્યું કે તેમને કેવી રીતે બૂથ અધ્યક્ષથી લઈને વડાપ્રધાન પદની યાત્રા કરી. તમે બધા ઉપર ચઢતા રહેશો. આ પાર્ટીની આજ તો સારી વાત છે. તેમને મારા સામે બેસેલા તમિલ મિત્રોનો ઉલ્લેખ કર્યો.

આ પણ વાંચો- બિપરજોય ચક્રવાત : સૌરાષ્ટ્રના બંદરો પર 9 નંબરનું ભય સૂચક સિગ્નલ

પીએમ મોદી ત્રીજી વખત બનશે વડાપ્રધાન: અન્નામલાઈ

લોકસભા ચૂંટણીને લઈને અન્નામલાઈએ કહ્યું, “2024 માટે અમે સ્પષ્ટ છીએ કે પીએમ મોદી ત્રીજી વખત એક મોટા જનાદેશ સાથે સત્તામાં આવવા જઈ રહ્યાં છે. તમિલનાડૂ અમારી જીતમાં મોટી ભૂમિકા ભજવશે કેમ કે રાજ્યને ખુબ જ ફાયદા થયા છે. પાછલા 9 વર્ષમાં વિકાસની બાબતમાં અને કોઈ અન્ય નેતાએ ખરેખર અમારી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું નથી જેટલું પીએમ મોદીએ કર્યું છે. હું કહેતો રહું છું કે પીએમ મોદી એક તમિલિયન છે. કોઈપણ નેતાએ અત્યાર સુધી તમિલ ભાષા અને સંસ્કૃતિમાં રસ લીધો નથી, જેવી રીતે પીએમ મોદીએ તમિલ સંસ્કૃતિની સુંદરતાને પુન:જીવિત કરી છે.”

અમિત શાહે 2024ની લોકસભા ચૂંટણીને લઈને તમિલનાડૂની બે દિવસીય યાત્રા કરી છે. કહેવામાં આી રહ્યું છે કે ચેન્નાઈમાં એક બંધ રૂમમાં પાર્ટી પદાધિકારઓની બેઠકને સંબોધિ કરતાં અમિત શાહે તમિલ પીએમને લઈને નિવેદન આપ્યું હતું.

DMK અને તેમના દિવગંત નેતા એમ. કરૂણાનિધિ પર કટાક્ષ કરતાં અમિત શાહે કહ્યું કે તમિલનાડૂના વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ જેમ કે કામરાજ અને જી.કે. મૂપનારમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા હતી પરંતુ કરૂણાનિધિએ તેમની શક્યતાઓ પર પાણી ફેરવી નાંખ્યું છે.

Back to top button