ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પંજાબના ગુરુદ્વારામાં નિહંગોના ગોળીબારમાં એક પોલીસકર્મીનું મૃત્યુ, 2 જવાન ઘાયલ

ચંદીગઢ, 23 નવેમ્બર: પંજાબના કપૂરથલા જિલ્લામાં ‘નિહંગો‘ના જૂથે કરેલા ગોળીબારમાં એક પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું અને અન્ય બે ઘાયલ થયાં હતાં. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસકર્મીઓ તેમની સામે નોંધાયેલા કેસમાં કેટલાક નિહંગોની ધરપકડ કરવા સુલતાનપુર લોધી ગયા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસકર્મીઓ કેટલાક નિહંગોની સામે નોંધાયેલા કેસમાં ધરપકડ કરવા સુલતાનપુર લોધી પહોંચ્યા હતા. કપૂરથલાના પોલીસ અધિક્ષક તેજબીર સિંહ હુંદલે કહ્યું કે જ્યારે નિહંગોએ તેમના પર ગોળીબાર કર્યો ત્યારે પોલીસકર્મીઓ રસ્તા પર ઉભા હતા. ફાયરિંગમાં એક કોન્સ્ટેબલનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય બે પોલીસકર્મી ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

ગુરુવારે સવારે જ્યારે પોલીસે માન સિંહની આગેવાની હેઠળના નિહંગ જૂથથી ગુરુદ્વારા ખાલી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. તેના સભ્યોએ પોલીસ ટીમ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસે આ મામલે નિહંગ શીખો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે કહ્યું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાની પરવાનગી નથી. ગુરુદ્વારાની અંદર હજુ પણ ઘણા નિહંગો હાજર છે. પોલીસે તેમને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો?

અગાઉ ગુરુદ્વારા પટિયાલા સ્થિત બાબા બુદ્દા દલ બલબીર સિંહના નિયંત્રણમાં હતું, પરંતુ 21 નવેમ્બરના રોજ તેમના હરીફ જૂથ માન સિંહે ગુરુદ્વારાના બે કર્મચારીઓની નિર્દયતાથી હુમલો કરીને ગુરુદ્વારા પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. જો કે, 27 નવેમ્બરે પ્રથમ શીખ ગુરુ ગુરુ નાનક દેવની જન્મજયંતિ પહેલા વિસ્તારમાં તણાવ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે હથિયારોથી સજ્જ નિહંગોએ ગુરુદ્વારાને અંદરથી બંધ કરી દીધું છે. પોલીસે સમગ્ર વિસ્તારને બેરિકેડ કરી દીધો છે અને નિહંગ જૂથ સાથે તેમના અતિક્રમણને ખાલી કરવા માટે વાતચીત શરૂ કરી છે.

આ પણ વાંચો: પરાળ સળગાવવા બાબતે પંજાબ સરકારને આડેહાથ લેતી સુપ્રીમ, કહ્યું ‘ખેડૂતોને કેમ વિલન બનાવવામાં આવે છે ?’

Back to top button