અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં પોલીસ કમિશ્નર કચેરીમાં પોલીસકર્મીએ ગોળી મારી આપઘાત કર્યો

Text To Speech

અમદાવાદ, 15 ઓગસ્ટ 2024 આજે સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ નિમિત્તે પોલીસ કર્મીઓને સન્માન પણ આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં નવી તૈયાર થયેલી પોલીસ કમિશ્નર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ પર રહેલા પોલીસ કર્મીએ ગોળી મારીને આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેર પોલીસમાં આ બનાવ બાદ ચકચાર મચી જવા પામી હતી. પોલીસ કમિશ્નરે આ સમગ્ર કેસની તપાસના આદેશ આપ્યા છે.

પોલીસે અકસ્માતે મોત નોંધીને કાર્યવાહી શરૂ કરી
અમદાવાદની પોલીસ કમિશનર કચેરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા જિતેન્દ્ર રણજિતભાઈ વાજા નામના પોલીસ કોન્સ્ટેબલે ઇન્સાસ રાઇફલથી ગોળી મારી આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે અકસ્માતે મોત નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવ બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મૃતકના પરિવારને સાંત્વના આપવામાં આવી હતી અને આ સમગ્ર કેસની તપાસના આદેશ આપ્યા છે.પોલીસકર્મી જિતેન્દ્ર વાજા બે દિવસ પહેલાં જ નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર મુકાયા હતા.

આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ
બે દિવસ પહેલાં જ રાઇફલ અને 20 જેટલી કારતૂસ આપી હતી. હજી સુધી આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. ગત મોડીરાત્રે કરેલા આપઘાતની વહેલી સવારે જાણ થઈ હતી. નવી પોલીસ કમિશનર કચેરીમાં બનાવ બનતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ હેડક્વાર્ટરે વહેલી સવારે 15 ઓગસ્ટને લઈ ધ્વજવંદન કાર્યક્રમ હતો. પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચોઃગુજરાતના 21 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરાશે, જુઓ લિસ્ટ

Back to top button