ટ્રેન્ડિંગનેશનલ

એક મહિલા પોલીસ અધિકારી જેણે સુપર મૉડલથી લઈ બોક્સર સુધીની ઓળખ બનાવી

  • 19 વર્ષની નાની ઉંમરે પોલીસ વિભાગમાં નોકરી શરૂ કરી
  • MTV સુપરમોડેલ ઑફ ધ યર સિઝન-2માં ભાગ લીધો
  • એક્સ હંગમા બીજી મહિલાઓ માટે પ્રેરણાદાયી બની

ગંગટોક: સિક્કિમની એક્સા હંગમા સુબ્બાએ અન્ય મહિલાઓને પ્રતિભાશાળી બનવાનું ઉદાહરણ સ્થાપિત કરી રહી છે. એક્સા હંગમાં વ્યવસાયે પોલીસ અધિકારી છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે તે એક સુપર મૉડલ, બાઇકર અને નેશનલ લેવલની બોક્સર પણ છે. તેને 19 વર્ષની નાની ઉંમરે પોલીસ વિભાગમાં આ નોકરી મળી હતી. સુબ્બા એટલી ટેલેન્ટેડ છે કે, આટલી નાની ઉંમરે તેમણે દરેક પદ હાંસલ કર્યું છે જેમાં તેમને રસ હતો.

Eksha Kerrungo_HD News
@ekshakerungo

પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતી સુબ્બાને શરૂઆતથી જ મૉડલિંગનો શોખ હતો. પોતાનો શોખ પૂરો કરવા માટે તેણે એક રિયાલિટી ટીવી શૉમાં ઓડિશન આપ્યું.એટલું જ નહીં, સિક્કિમના પોપ્યુલર રિયાલિટી ટીવી શૉના ટોપ-9માં સ્થાન મેળવ્યું છે. તેમજ MTV સુપરમૉડલ ઑફ ધ યર સિઝન-2માં ટોચના સ્પર્ધકોમાંથી એક તરીકે પસંદ કરવામાં આવી હતી.

Eksha Kerungo_HD News
@ekshakerungo

સુંદર દેખાતી સુબ્બા મૉડલ ઉપરાંત એક બાઇકર અને નેશનલ લેવલની બોક્સર છે. તેણે આટલી નાની ઉંમરે ઘણું બધું હાંસલ કર્યું છે જેના કારણ તે બીજી મહિલાઓ માટે પ્રેરણદાયી બની છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામમાં પોતાના @ekshakerungo એકાઉન્ટ પર ફોટોઝ અને વીડિયો અપલોડ કરતી રહે છે. એક વાર આનંદ મહિન્દ્રાએ પણ તેની પ્રતિભાશાળી વ્યક્તિત્વને બિરદાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Eksha Kerung (@ekshakerungo)

એક્સા હંગમાં સુબ્બાનું કહેવું છે કે, તેને એક પોલીસ અધિકારી તરીકે સિક્કિમના લોકોની સેવા કરવી ગમે છે. તેણે કહ્યું કે, જે પણ કરવાનું મન કરે કે અથવા કોઈ પણ શોખ હોય તેને પૂરી કરવાની ઈચ્છાશક્તિ હોવી જરૂરી છે. કોઈપણ એવું કામ નથી જેને તમે પૂર્ણ કરવા ઇચ્છો છો અને તમને તેમાં સફળતા ન મળે. (અહેવાલ સૌજન્યઃ ધ બેટર ઈન્ડિયા)

આ પણ વાંચો:  કોણ છે રિતુ કરીધલ જે સંભાળી રહી છે ચંદ્રયાન-3ની કમાન, જાણો ‘રોકેટ વુમન’ વિશે તમામ માહિતી 

Back to top button