એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીમાં B.Sc નર્સિગની પરીક્ષાની ઉત્તરવહીઓ ગાયબ થવા મામલે પોલીસ ફરિયાદ કરાશે

Text To Speech

ગુજરાત યુનિવર્સિટીમાં અગાઉ થોડા સમય પહેલાં જ મેડિકલના વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કૌભાંડ સામે આવ્યા બાદ હવે ફરી નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં નર્સિંગની પરીક્ષા બાદ બોટની ડિપાર્ટમેન્ટમાંથી 30 ઉત્તરવહીઓ ગાયબ થતાં વિવાદ થયો છે. જો કે બાબત ત્યારે સામે આવી જ્યારે ગાયબ થયેલી ઉત્તરવહી સવારે યુનિવર્સિટીમાં જમા થાય તે પહેલાં NSUIએ કૌભાંડનો પર્દાફાશ કર્યો. આ બાબતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

શું હતો સમગ્ર મામલો ?

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીમાં B.Sc નર્સિંગની ચોથા વર્ષની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષાના પેપર રોજ ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે. આ પેપર ચકાસણી માટે આવ્યા એ અગાઉ જ મોડી રાતે સીસીટીવી કેમેરા બંધ કરાયા અને રાતે 30 ઉત્તરવહી ગાયબ થઈ ગઈ હતી. આ ઉત્તરવહીમાં જવાબ લખીને સવારે પરત આવે એ પહેલાં જ NSUIના નેતાઓ દ્વારા યુનિવર્સિટીમાં ફરિયાદ કરી દેવાઈ હતી.

કોંગ્રેસ અને NSUIના નેતાઓ નજર રાખી રહ્યા હતાં

ઉલ્લેખનીય છે કે, કાલે પરીક્ષામાં હાજર હોય તેવા 14 વિદ્યાર્થીની ઉત્તરવહી ગાયબ થઈ ગઈ હતી.સેન્ટરના કોઓર્ડિનેટર અને સિક્યોરિટી સ્ટાફની હાજરીમાં ઉત્તરવહી ગાયબ થતાં યુનિવર્સિટીના સત્તાધીશો સામે સવાલ ઊભા થયા છે. મહત્વનું છે કે, કોંગ્રેસ અને NSUIના નેતાઓ દ્વારા આ મામલે ગઈકાલથી નજર રાખવામાં આવી રહી હતી. રાતે ઉત્તરવહી જ્યારે ગાયબ થઈ ત્યારથી નેતાઓ બૉટની વિભાગની બહાર ઊભા રહી ગયા હતા. સવારના 6 વાગ્યાના નેતાઓ વિભાગની બહાર ઊભા રહીને ઉત્તરવહીમાં સાચા જવાબ લખીને પરત જમા ન થઈ એ માટે ઊભા હતા અને ઉત્તરવહી જમા થવા દીધી નહોતી.

Back to top button