ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

દરિયા કિનારે મજા માણી રહેલા લોકોની ઉપરથી અચાનક પસાર થઈ ગયું પ્લેન! જૂઓ વીડિયો

  • કેટલાક લોકો માટે આ ઘટના એક દુઃસ્વપ્ન સમાન હતી, જ્યારે કેટલાક લોકો આ સાહસનો સંપૂર્ણ આનંદ લેતા જોવા મળ્યા હતા

HD ન્યૂઝ ડેસ્ક, 1 ઓકટોબર: જ્યારે પ્લેન તમારા માથાથી થોડાક ફૂટ ઉપરથી પસાર થાય ત્યારે કેવું લાગે? સ્વાભાવિક છે કે ઊભા રહીને તમને પરસેવો આવવા લાગશે. આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર બહાર આવી છે. જ્યાં એક લેન્ડિંગ ફ્લાઈટ લોકોના માથા પરથી પસાર થઈ ગઈ હતી. કેટલાક લોકો માટે આ ઘટના એક દુઃસ્વપ્ન સમાન હતી જ્યારે કેટલાક લોકો આ સાહસનો સંપૂર્ણ આનંદ લેતા જોવા મળ્યા હતા. જો કે વાયરલ થઈ રહેલો આ વીડિયો ઘણો જૂનો છે, પરંતુ આ દિવસોમાં તે ફરી સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે. વીડિયોમાં સેંકડો પ્રવાસીઓ બીચ પર આરામ કરી રહ્યા હતા, કેટલાક મજા માણી રહ્યા હતા. ત્યારપછી એક પ્લેન અચાનક લોકોના માથા પરથી પસાર થઈ જાય છે.

જૂઓ વીડિયો


ગ્રીસના સ્કિયાથોસ ટાપુનો આ મામલો 

હકીકતમાં આ મામલો ગ્રીસના સ્કિયાથોસ ટાપુનો છે. જ્યાં કેટલાક લોકો રજાઓ મનાવવા દરિયા કિનારે ભેગા થયા હતા. લોકો બીચ પર મસ્તી કરી રહ્યા હતા ત્યારે અચાનક તેઓએ જોયું કે એક વિશાળ વિમાન તેમની તરફ આગળ વધી રહ્યું છે. આ દ્રશ્ય જોઈને ઘણા લોકો ખુશીથી નાચવા લાગ્યા અને ઘણા લોકોને પરસેવો વળી ગયો. થોડી વાર પછી પ્લેન એ પ્રવાસીઓના માથા પરથી પસાર થઈને રનવે પર લેન્ડિંગ કર્યું. તે સમયે વિમાન પ્રવાસીઓના માથાથી થોડાક જ મીટર ઉપર હતું. અહેવાલો અનુસાર, આ પ્રવાસીઓ WizzAir Airbus A321neoનું સ્કિયાથોસ ટાપુ પર લેન્ડિંગ જોવા માટે ભેગા થયા હતા. વિમાન એલેક્ઝાન્ડ્રોસ પાપાડિયામેન્ટિસ એરપોર્ટ પર ઉતરવાનું હતું. દરમિયાન, છેલ્લી કેટલીક સેકન્ડોમાં પ્લેન પ્રવાસીઓના માથા ઉપરથી કેટલાક મીટર પસાર થઈ ગયું.

વીડિયો પર લોકોની કેટલીક પ્રતિક્રિયાઓ આવી

આ વીડિયોને @safalbanoge નામના પેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. ગ્રેટફ્લાયર નામની ચેનલ દ્વારા તેને યુટ્યુબ પર શેર કરવામાં આવ્યું હતું. વીડિયો જોયા બાદ લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. જ્યાં ઘણા લોકોએ પૂછ્યું કે, “આ ઘટના પછી પાયલટ સાથે શું કરવામાં આવ્યું હશે. ” તો બીજાએ લખ્યું, “શું પાયલટ નશામાં હતો કે લોકો ખોટી જગ્યાએ ઉભા હતા.” ત્રીજાએ લખ્યું કે, “પાયલટ લોકો સાથે રમત રમવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ જૂઓ: VIDEO/ મુસાફરોથી ભરેલી બસની બ્રેક ફેઈલ, અકસ્માતમાં અનેક લોકોના મોત

Back to top button