JCBની મદદથી હવામાં ઉડાડ્યું પ્લેન, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો
HD ન્યૂઝ ડેસ્ક, 19 એપ્રિલ: સોશિયલ મીડિયા પર ઘણા ચોંકાવનારા વીડિયો વાયરલ થતા હોય છે. આમાંના કેટલાક એવા વીડિયો હોય છે કે, જો તે કેમેરામાં કેદ ન થયા હોય તો લોક વાત પર વિશ્વાસ પણ નથી કરતા. તમે પણ સોશિયલ મીડિયા પર ડ્રાઇવિંગના અનેક પ્રકારના વાયરલ વીડિયો જોયા હશે. ઘણા ડ્રાઇવરો ડ્રાઇવિંગમાં એટલા કુશળ હોય છે કે લોકો તેમની ડ્રાઇવિંગ કુશળતા જોઈને દંગ રહી જાય છે. તમે ઘણા કુશળ ડ્રાઇવરોને JCB ચલાવતા જોયા હશે, પરંતુ અહીં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ બધાથી જુદો જ છે. કેમકે અહીં જેસીબી ચાલક ખોદકામ નથી કરી રહ્યો પરંતુ અહીં તે તેનું કામ પડતું મુકીને વિમાન સાથે રમત રમી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તમે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને કહેશો કે આ ખરેખર હેવી ડ્રાઈવર છે.
જેસીબી વડે વિમાને હવામાં ઉડાડ્યું
ખરેખર, એક JCB ડ્રાઈવરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @HowThingsWork_ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જેસીબી ડ્રાઈવરે જેસીબી વડે વિમાનને હવામાં ગોળ ગોળ ફેરવી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડ્રાઈવર પ્લેનના પાછળના ભાગને JCB વડે પકડીને તેને હવામાં ગોળ ગોળ ફેરવી રહ્યો છે.
અહીં જૂઓ વીડિયો:
Excavator operator playing with a scrapped plane! 😂 pic.twitter.com/wScUwQfaay
— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) April 17, 2024
ફરી એકવાર વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો વર્ષ 2020નો છે, જે ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વર્ષ 2020માં આ વીડિયો બોનીયાર્ડ સફારી નામના પેજ દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો અને વીડિયો વાયરલ થયો હતો. હવે આ વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના ફ્લોરિડામાં બની હતી
2020માં આ વીડિયો અંગેના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે આ ઘટના ફ્લોરિડામાં બની હતી. વાસ્તવમાં ફ્લોરિડાના એક વ્યક્તિએ જેસીબીની મદદથી પ્લેનને 360 ડિગ્રી એંગલથી ફેરવ્યું હતું. મળતી માહિતી મુજબ, તે વ્યક્તિ એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરતો હતો.
આ પણ વાચો: VIDEO: ગરમીથી બચવા મિત્રોએ કર્યો અનોખો જુગાડ, પીક-અપ વાનને સ્વિમિંગ પુલ બનાવીને કરી મોજ-મસ્તી