અમદાવાદના વિવાદિત વોટર પાર્કને ફરી શરૂ કરવાનો કારસો રચવામાં આવ્યો છે. તેમજ રાઈડ દુર્ઘટનાના કોન્ટ્રાકટરને જ કામ આપવાની પેરવી છે. તથા AMC કાંકરિયા દુર્ઘટનાના કોન્ટ્રાકટરને જ કોન્ટ્રાક્ટ આપશે. જલધારા વોટર પાર્કને 15 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરામાં MS યુનિ.ના VC ફરી વિવાદમાં આવ્યા
જલધારા વોટર પાર્કનો કોન્ટ્રાકટ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ કોન્ટ્રાકટરને અપાશે
જલધારા વોટર પાર્કનો કોન્ટ્રાકટ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ કોન્ટ્રાકટરને અપાશે. જેમાં સમગ્ર મુદ્દે ચેરમેનનું નિવેદન છે કે AMCમાં ટેન્ડર પ્રક્રિયા છે, જે પ્રક્રિયા ટ્રાન્સપ્રન્સી હોય છે. ટેન્ડર ભર્યું છે તેમને જ કોન્ટ્રાકટ અપાય છે. તેમજ આવતીકાલે રીક્રિએશન કમિટીમાં નિર્ણય લેવાશે. 14 જુલાઈ 2019માં કાંકરિયા આવેલા પરિવારો માટે ગોઝારો દિવસ હતો. કાંકરિયાના અમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ તૂટી પડવાની ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને ઈજાગ્રસ્તોની સંખ્યા નોંધપાત્ર હતી. કેટલાક લોકોને સામાન્ય તો કેટલાકને ગંભીર ઈજા થઈ હતી.
આ પણ વાંચો: 1 એપ્રિલથી સોનીઓ માત્ર HUID માર્ક સાથેના ગોલ્ડના દાગીના જ વેચી શકશે
કાંકરિયા તળાવે આવતાં લોકોની સંખ્યામાં ઘટાડો થયો
કાંકરિયા તળાવે આવતાં લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, આ દુર્ઘટના બાદ ‘વિશ્વસનીયતાની ખોટ’ વર્તાઈ રહી છે. કાંકરિયા તળાવે આવતાં લોકોની સંખ્યા ઘટી છે. રવિવારે આવતા લોકોની સંખ્યામાં 40% ઘટાડો, શનિવારે 20% અને અઠવાડિયાના બાકીના દિવસોમાં આવતા લોકોની સંખ્યા 35%-37% ઘટી છે. શનિવારે આવતા મુલાકાતીઓની સંખ્યા 15000થી ઘટીને 12000 થઈ છે. અમ્યુઝમેન્ટ પાર્કની રાઈડ્સ બંધ છે.