બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બાબતે ડીસામાં આવેદનપત્ર અપાયું
પાલનપુર, 28 ઓગસ્ટ 2024, બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન સાથે હિન્દુઓ પર થઈ રહેલા અમાનૂષી અત્યાચારોથી હિન્દુઓને બચાવવા માટે ડીસા શહેરમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સરકાર તત્કાલ પગલાં લે તેવી રજૂઆત
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા નાયબ કલેકટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં જે હિસાબે કાયદો વ્યવસ્થાનું સરેઆમ ઉલંઘન કરી બહુસંખ્યકો દ્વારા ત્યાં વસવાટ કરતા અલ્પસંખ્યક એવા હિન્દુ સમાજના લોકો પર જે રીતે આયોજનબધ્ધ હુમલાઓ થાય છે, ઘાતકી હત્યાઓ કરવામાં આવે છે, મહિલાઓ સાથે દુષ્કર્મ કરવામાં આવે છે.
હિન્દુ સમાજના ધર્મ સ્થાનોને નુકશાન પહોંચાડાય છે એવી હિંસક પ્રવૃત્તિને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને એવા અસ્થિરતા ભર્યાં માહોલમાં ભારત સરકાર અસરગ્રસ્ત હિન્દુઓના જાનમાલને વધુ હાની ન પહોંચે તેવા પ્રયાસ યુધ્ધના ધોરણે કરવા જોઈએ એવી અમારી અપેક્ષા છે.નરેન્દ્ર મોદી વિચાર મંચના કાર્યકરોએ આવેદનપત્ર સાથે નાયબ કલેકટરને હિન્દુઓને બચાવવા માટે સરકાર તત્કાલ પગલાં લે તેવી રજૂઆત પણ કરી હતી.
આ પણ વાંચોઃડીસામાં તબીબના ગેરકાયદેસર દબાણ સામે રહીશોએ આવેદનપત્ર આપ્યું