ગાંધીનગરમાં ATMમાંથી ટેકનિકલ છેડછાડ કરી બેન્ક પાસેથી લાખો રૂપિયા પડાવનાર પકડાયો
- આરોપી પાસેથી પોલીસે કુલ 11 ડેબિટ કાર્ડ કબ્જે કર્યા
- બેન્કની ઓનલાઇન પ્રક્રિયાને ગેરમાર્ગે દોરીને બેન્ક સાથે છેતરપિંડી કરી
- હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી
ગાંધીનગરમાં ATMમાંથી ટેકનિકલ છેડછાડ કરી બેન્ક પાસેથી લાખો રૂપિયા પડાવનાર પકડાયો છે. જેમાં ATM સાથે ચેડાં કરી બેન્ક પાસેથી રૂપિયા 77 લાખ પડાવ્યા હતા. તેમાં ટેકનિકલ છેડછાડ કરી બેન્કને દાવો કરનારને CID ક્રાઈમે પકડયો છે. જેમાં આરોપી પાસેથી 11 જુદા જુદા એટીએમ કાર્ડ પણ જપ્ત કરાયા છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
બેન્કની ઓનલાઇન પ્રક્રિયાને ગેરમાર્ગે દોરીને બેન્ક સાથે છેતરપિંડી કરી
ગાંધીનગરની એસબીઆઇ બેન્કના પાંચ જુદી-જુદી જગ્યાના એટીએમ મશીન સાથે ટેકનિકલ છેડછાડ કરીને ખોટી રીતે રૂપિયા ન મળ્યાનો દાવો કરીને બેન્કની ઓનલાઇન પ્રક્રિયાને ગેરમાર્ગે દોરીને બેન્ક સાથે રૂ. 77.60 લાખની છેતરપિંડી કરનાર આરોપીને સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે સ્ટેડિયમ પાસેની એક હોટલમાંથી ઝડપી પાડયો છે. તેમજ આરોપી પાસેથી પોલીસે જુદી-જુદી બેન્કના 11 એટીએમ કાર્ડ પણ મળી આવ્યા હતા. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદના 14 ધારાસભ્યોને પ્રજાકીય કાર્યોમાં ઓછો રસ, જાણો કેમ
આરોપી પાસેથી પોલીસે કુલ 11 ડેબિટ કાર્ડ કબ્જે કર્યા
ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી એસબીઆઇ બેન્કના એટીએમ મશીનમાં છેડછાડ કરીને બેન્ક સાથે છેતરપિંડી કરતા બેન્ક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે સીઆઇડી ક્રાઇમે તપાસ કરતા ઉત્તરપ્રદેશના દિપક ગુપ્તા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેના આધારે પોલીસની એક ટીમ ઉત્તરપ્રદેશ રવાના થઇ હતી. તે દરમ્યાન આરોપી દિપક અમદાવાદના સ્ટેડિયમ પાસે આવેલ આકાશ હોટેલમાં હોવાની બાતમી મળતા સીઆઇડી ક્રાઇમે તેને હોટેલમાંથી ઝડપી પાડયો હતો. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યુ કે એટીએમ મશીનમાં ટેકનિકલ ખામી સર્જી રૂપિયા લઇને ખોટી રીતે રૂપિયા ન મળ્યાનો દાવો કરીને ઓનલાઇન પ્રક્રિયાને ગેરમાર્ગે દોરીને તે રૂપિયા બેન્ક પાસેથી પોતાના એકાઉન્ટમાં મેળવી લઇને બેન્ક સાથે કુલ રૂ. 77.60 લાખની ઠગાઇ આચરી હતી. આરોપી પાસેથી પોલીસે કુલ 11 ડેબિટ કાર્ડ કબ્જે કર્યા હતા.