98 વખત ચૂંટણી હારી ગયેલા વ્યક્તિએ ફરી 2 જગ્યાએથી નોંધાવી ઉમેદવારી
- લોકસભા ચૂંટણીમાં આગ્રાથી આવ્યો એક રસપ્રદ કિસ્સો પ્રકાશમાં
- 98 વખત હારેલા કાકાએ ફરી ચૂંટણી લડવાની દર્શાવી ઈચ્છા
- કાકા જીવનમાં 100નો આંકડો પાર કરવા માંગે છે
આગ્રા, 15 એપ્રિલ: લોકસભાની ચૂંટણી એકદમ નજીક છે, જેથી તમામ પક્ષો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આ સિવાય પણ ઘણા અપક્ષ ઉમેદવારો પણ આ ચૂંટણીમાં મેદાને ઉતર્યા છે. આ સાથે જ આગ્રાના એક ઉમેદવારનું નામ પણ પ્રકાશમાં આવ્યું છે, જે 98 વખત ચૂંટણી લડી ચૂક્યો છે અને હવે 99મી વખત ચૂંટણી લડવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, આગ્રાના હસ્નુરામ આંબેડકરી ‘ધરતી પકડ’ 1985માં પહેલીવાર ચૂંટણી લડ્યા હતા. 98 ચૂંટણીમાં હાર મળ્યા બાદ હવે તે 78 વર્ષના હનુરામ આંબેડકરીએ આ લોકસભા ચૂંટણીમાં પણ ઉમેદવારી નોંધાવી છે. મનરેગા મજૂર તરીકે પોતાનું ગુજરાન ચલાવતા આંબેડકરી કહે છે, “આ વખતે પણ મને ખાતરી છે કે હું બંને બેઠકો પર હારી જઈશ. પરંતુ, મારું લક્ષ્ય 100મી વખત ચૂંટણી લડવાનું છે અને તે પછી હું કોઈ ચૂંટણી લડીશ નહીં.”
1985માં પ્રથમ ચૂંટણી લડી
આગ્રા જિલ્લાના ખેરાગઢ તહસીલના રહેવાસી આંબેડકરીએ માર્ચ 1985માં ખેરાગઢ વિધાનસભા બેઠક પરથી બહુજન સમાજવાદી પાર્ટી (BSP)ના ઉમેદવાર સામે અપક્ષ તરીકે પોતાની પહેલી ચૂંટણી લડી હતી. ફરી એકવાર નામાંકન ભરતી વખતે તેમણે કહ્યું કે આ વખતે તેઓ આગરા આરક્ષિત બેઠક અને ફતેહપુર સીકરી બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. આંબેડકરીએ કહ્યું, “મેં 1985થી ગ્રામ પ્રધાન, રાજ્ય વિધાનસભા, ગ્રામ પંચાયત, MLA, MLC અને લોકસભાની ચૂંટણી લડી છે. મેં ભારતના રાષ્ટ્રપતિ પદ માટે પણ મારી ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તે ફગાવી દેવામાં આવી હતી.” સતત અપક્ષ તરીકે ચૂંટણી લડવાના અને હારવાના જુસ્સા માટે પ્રખ્યાત કાકા જોગીન્દર સિંહ ‘ધરતી પકડ’ની જેમ જ પ્રખ્યાત હસ્નુરામ આંબેડકરીને પણ ‘ધરતી પકડ’નું ઉપનામ આપવામાં આવ્યું છે. જોગીન્દર સિંહ રાષ્ટ્રપતિની ચૂંટણી સહિત 300 થી વધુ ચૂંટણી લડ્યા હતા.
ચૂંટણી લડવા નોકરી છોડી દીધી
જ્યારે આંબેડકરીને પૂછવામાં આવ્યું કે તમને સતત ચૂંટણીમાં હાર મળ્યા પછી પણ કેવી રીતે ચૂંટણી લડવાની ઈચ્છા થયા કરતી હતી, તો તેમણે કહ્યું, “મેં 1984ના અંતમાં આગ્રા તાલુકામાં સરકારી નોકરી છોડી દીધી હતી કારણ કે BSPએ મને ખેરાગઢ બેઠક પરથી ચૂંટણી લડવાનું કહ્યું હતું.” વિસ્તારના પાર્ટી કન્વીનરે મને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો અને તેમણે મારી મજાક ઉડાવી કે, ‘જો તમારી પત્ની પણ તમને વોટ નહીં આપે, તો બીજું કોઈ તમને વોટ નહીં આપે?” આંબેડકરીએ કહ્યું કે અપમાનનો બદલો લેવા તેમણે ચૂંટણી લડી આ બેઠક પરથી ચૂંટણી અને ચૂંટણી પરિણામોમાં તેમને ત્રીજું સ્થાન મળ્યું. તેમણે વધુમાં કહ્યું, “હું પણ લોકો પાસેથી મત મેળવી શકું તે સાબિત કરવા માટે હું વધુ ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યો છું.”
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: વિવિધ પક્ષના દિગ્ગજો પોતાના ‘યોદ્ધાઓ’ને વિજયી બનાવવામાં વ્યસ્ત