ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

પહાડ પર બાઇક ચલાવી રહ્યો હતો વ્યક્તિ, અચાનક સામે આવી કાર! પછી શું…જૂઓ વીડિયો

  • ઉત્તરાખંડ પોલીસે લોકોને સાવધાન કરવા માટે વીડિયો પોસ્ટ કર્યો

HD ન્યૂઝ ડેસ્ક, 1 ઓકટોબર: પહાડોમાં માર્ગ અકસ્માતની ખૂબ સંભાવના હોય છે. ઘણીવાર લોકો ફૂલ સ્પીડમાં વાહન ચલાવે છે, અને જોતા નથી કે પર્વતના વળાંક ખરાબ હોય છે. એટલે કે સામેથી આવતું વાહન ત્યાં સુધી નથી દેખાતું, જ્યાં સુધી વળાંકની બીજી બાજુ ન આવી જઈએ. આવી સ્થિતિમાં વળાંક પર વાહનની ગતિ ધીમી કરવી ખૂબ જ જરૂરી છે. પહાડી રસ્તા પર આવી જ ભૂલ કરનાર એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે ખરાબ વળાંક પર પણ બાઇક ચલાવતો રહ્યો, ત્યારે જ અચાનક સામેથી એક કાર આવી. એ પછી જે થયું એ જોઈને લોકોનું કહેવું છે કે, ‘હેલ્મેટ ન હોત તો માથું તરબૂચની જેમ ખૂલી ગયું હોત!

જૂઓ આ વીડિયો

 

ઉત્તરાખંડ પોલીસે લોકોને સાવધાન કરવા માટે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક રોડ અકસ્માત બતાવવામાં આવ્યો છે જે પહાડી રસ્તા પર થાય છે. વીડિયો પોસ્ટ કરતી વખતે પોલીસે લખ્યું છે કે, “વળાંક પર વાહનની વધુ ગતિ, જીવનની ક્ષતિ… વળાંક પર વાહનની ગતિને નિયંત્રણમાં રાખો.”

બાઇક સવારને નડ્યો અકસ્માત 

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાઇકર પહાડી રોડ પર ફૂલ સ્પીડથી બાઇક ચલાવી રહ્યો છે. તે સ્પોર્ટ્સ બાઇક ચલાવી રહ્યો છે, જેની સ્પીડ ઘણી વધારે છે. તેણે સલામતી માટે હેલ્મેટ, જેકેટ, શૂઝ વગેરે બધું જ પહેર્યું છે, પરંતુ બાઇકને ઝડપથી ચલાવવાની ભૂલ કરે છે. આ પછી શું? જેમ જેમ તે વળાંક પર વળે છે, કે અચાનક જ સામેથી આવતી કાર સાથે અથડાય છે અને પડી જાય છે. પડ્યા પછી તેનું માથું અન્ય કારના ટાયર નીચે આવી જાય છે. જો તેણે હેલ્મેટ ન પહેર્યું હોત તો તેણે ચોક્કસપણે પોતાનો જીવ ગુમાવ્યો હોત.

વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

આ વીડિયોને 69 લાખ વ્યૂઝ મળ્યા છે જેના પર ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. એકે કહ્યું કે, “બ્રેઝાના ડ્રાઈવરે બ્રેક મારી, જેના કારણે તે વ્યક્તિ બચી ગયો.” તો અન્ય એકે કહ્યું કે, ‘હેલ્મેટ ન હોત તો માથું તરબૂચની જેમ ખૂલી ગયું હોત!‘ બીજાએ કહ્યું કે, “આ રોડ છે, રેસિંગ ટ્રેક નથી, કૃપા કરીને ધીમે ચલાવો.” અન્ય એકે કહ્યું કે, “આવા લોકો બીજાના જીવ જોખમમાં મૂકે છે.

આ પણ જૂઓ: દિલ્હી મેટ્રોમાં બે છોકરાઓ અને એક વ્યક્તિ વચ્ચે બોલાચાલી બાદ થઈ મારામારી, જૂઓ વીડિયો

Back to top button