ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

બાઇક દ્વારા ટ્રેન ખેંચી રહ્યો હતો વ્યક્તિ! વીડિયો વાયરલ થતાં પોલીસે કરી ધરપકડ, જૂઓ વીડિયો

  • રેલ અકસ્માતો ઘટાડવા રેલવે મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના DGP પાસેથી માંગ્યો સહયોગ

મુઝફ્ફરનગર, 12 સપ્ટેમ્બર: દેશભરમાં અવારનવાર થતા રેલ અકસ્માતો વચ્ચે રેલવે મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના DGP પાસેથી સહયોગ માંગ્યો હતો. દરમિયાન, UPના ડીજીપી દ્વારા સૂચના જારી કરવામાં આવી છે કે, રેલવે ટ્રેક બ્લોક કરવા સંબંધિત ઘટનાઓને રોકવા માટે એક એક્શન પ્લાન બનાવવામાં આવશે. ડીજીપીએ જીઆરપી અને સ્થાનિક પોલીસ સાથે સંકલન કરવા અને રેલવે ટ્રેક પર સંયુક્ત પેટ્રોલિંગ કરવા સૂચના આપી છે. આ દરમિયાન એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ પોતાની બાઇક દ્વારા ટ્રેનને બાંધીને સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. વ્યક્તિ બાઇક દ્વારા ટ્રેન ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જૂઓ આ વાયરલ વીડિયો

ટ્રેનના એન્જિનને બાઇક દ્વારા ખેંચવાનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવકે રેલવે ટ્રેક પર કેબલની મદદથી બાઇકના વ્હીલને એન્જિન સાથે બાંધી દીધું છે અને તેને બાઇક દ્વારા ખેંચવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વ્યુઝ માટે બનાવેલા વીડિયો દ્વારા તે ન માત્ર પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે પરંતુ રેલવેની સંપત્તિને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે.

મુઝફ્ફરનગરના દેવબંદનો વીડિયો

મળતી માહિતી મુજબ, આ વીડિયો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો છે. દેવબંદથી રૂરકી સુધીની રેલવે લાઇન પર ઉભેલા ખાલી એન્જીનને ખેંચતા બાઇકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મુઝફ્ફરનગર પોલીસે વાયરલ વીડિયોમાં દેખાતા વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દીધો છે. RPFએ જણાવ્યું કે, દેવબંદના મજોલાના રહેવાસી 20 વર્ષના વિપિન કુમારે ઈન્સ્ટાગ્રામ પર પંકજના નામથી ID બનાવી છે.

આરોપીની ધરપકડ

આરોપીએ પોતાની બાઇક વડે દેવબંદથી રૂરકી જતી રેલવે લાઇન પર ઉભેલા એન્જિનને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિપિન સાથે વીડિયોમાં એન્જિનને ખેંચતું બાઇક અને મોબાઇલ પણ મળી આવ્યા છે. જો કે આ વીડિયો હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ છે. રેલવે મંત્રાલયે કહ્યું છે કે, આ વીડિયોમાં દેખાતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ વીડિયો જૂનો છે.

દેખરેખ અને તપાસનો નિર્દેશ

એ પણ સૂચના આપવામાં આવી છે કે, જો કોઈ માહિતી મળે છે તો તેને એકબીજા સાથે શેર કરવી. ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા 10 વર્ષમાં ગુનાહિત ઘટનાઓ બની હોય તેવા તમામ ટ્રેપ પર સતત મોનિટરિંગ અને ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે.

રેલવે અંગે જારી નિર્દેશ

રેલવે ટ્રેક પાસે રહેતા લોકોનું વેરિફિકેશન કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જો કોઈ પણ પ્રકારની ઘટના બને તો 112 પર ફોન કરીને માહિતી આપવાનું કહેવામાં આવ્યું છે. આગામી કુંભ મેળાને ધ્યાનમાં રાખીને રેલવે ટ્રેકની આસપાસના ગેરકાયદે બાંધકામોને પણ નિયમ મુજબ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

આ પણ જૂઓ: વંદે ભારત ટ્રેનના કાચ તોડતો વીડિયો વાયરલ, જાણો શું છે આખી ઘટના?

Back to top button