ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર મામલતદાર કચેરીમાંથી રૂ.1 હજારની લાંચ લેતો શખસ ઝડપાયો

Text To Speech
  • રેકર્ડરૂમમાંથી નોંધો કાઢી આપવા માંગ્યા હતા રૂપિયા
  • એસીબીએ લાંચ લેતા છટકું ગોઠવી રંગેહાથ ઝડપી લીધો
  • સંજય ઠાકોરની કરી ધરપકડ

ગાંધીનગર એસીબીની ટીમે મામલતદાર કચેરીમાં છટકું ગોઠવી એક શખ્સને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો છે. શખસ દ્વારા રૂ.1 હજારની લાંચ માંગવામાં આવી હતી જે અંગે એસીબીને અવારનવાર ફરિયાદ મળતી હતી જેના આધારે આ રેડ કરવામાં આવી હતી જેમાં લાંચ લેનાર રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જેની ધરપકડ કરવામાં આવી હતી.

રૂ.500થી રૂ.1000ની લાંચ મંગાતી હતી

મળતી માહિતી મુજબ, ગાંધીનગર એ.સી.બી.ને માહિતી મળેલ કે મામલતદાર કચેરી ખાતે રેકર્ડ રૂમમાં નોધો કાઢી આપવાના અવેજ પેટે રૂ.500/- થી રૂ.1000/- ની લાંચ લેવામાં આવે છે. જે આધારે વોચ રાખી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ હતું. જે લાંચના ડિકોય છટકા દરમ્યાન આરોપી સંજય ઠાકોરે નોંધો કાઢી આપવાના અવેજ પેટે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.1000/- ની લાંચની માંગણી કરી હતી. જે રકમ તે સ્વિકારતા સમયે પકડાઇ ગયો હતો. જેથી એસીબી ટીમે સંજયકુમાર ગાભાજી ઠાકોરની ધરપકડ કરી હતી.

Back to top button