મુંબઈમાં રસ્તા વચ્ચે વ્યક્તિની માર મારીને હત્યા! માતા-પિતા બન્યા લાચાર, જૂઓ વીડિયો
- વ્યક્તિ દશેરાની ઉજવણી માટે નવી કાર ખરીદવા માતા-પિતા સાથે નીકળો હતો
મુંબઈ, 15 ઓકટોબર: મુંબઈના પશ્ચિમી ઉપનગર મલાડ ઈસ્ટમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરના પુત્રની હત્યા કરવામાં આવી, જેનાથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. MNSએ આ કેસની પોલીસ તપાસ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. મલાડ પૂર્વના દિંડોશી વિસ્તારના MNS કાર્યકરના પુત્ર આકાશ માઈનને રિક્ષાચાલકો અને સ્થાનિક વિક્રેતાઓએ માર માર્યો અને મૃત્યુને ઘાટ ઉતારી દીધો.
આ ઘટના શનિવારે બની હતી, જ્યારે માઈન દશેરાની ઉજવણી માટે નવી કાર ખરીદવા ગયો હતો. મલાડ રેલવે સ્ટેશન નજીક એક ઓટો તેની કારને ઓવરટેક કરી ગઈ, જેના પગલે તેની અને રિક્ષાચાલક વચ્ચે દલીલ થઈ. થોડી જ વારમાં વિવાદ વધી ગયો અને રિક્ષાચાલકે તેના મિત્રો અને સ્થાનિક વિક્રેતાઓ સાથે મળીને MNS કાર્યકર પર હુમલો કર્યો.
માતા પુત્રને બચાવવા માથે સૂઈ ગઈ, પિતા હાથ જોડતા રહ્યા
परप्रांतीय लोकांना डोक्यावर चाडवल्याचे परिणाम !
परप्रांतीय फेरीवाला व रिक्षाचालक यांनी केलेल्या हल्ल्यात मनसे कार्यकर्ता आकाश माईन याचा जीव गेला तर त्याच्या पत्नीचा गर्भपात झाला व वडिलांचा डावा डोळा निकामी झाला..
मुंबईमध्ये परप्रांतीयांची अशा पद्धतीची दहशत पहिल्यांदाच पाहत आहे pic.twitter.com/gCV2YfCnBS— Aamchi Mumbai (आमची मुंबई ) (@_Aamchi_Mumbai) October 14, 2024
ટોળાએ આકાશ માઈનને ખરાબ રીતે માર માર્યો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી અને અંતે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેરાન કરનાર દ્રશ્ય જોવા મળી રહ્યું છે. વીડિયોમાં, ભીડ પીડિતા અને તેના પરિવારને લાતો અને મુક્કાથી સતત માર મારી રહી છે. વીડિયોમાં, માઈનની માતા પુત્રને બચાવવા માથે સૂઈ ગઈ, જેથી હુમલાખોરોથી પુત્રને બચાવી શકાય. આ દરમિયાન બેથી ત્રણ અજાણ્યા લોકો પણ તેના પિતા પર હુમલો કરતા જોવા મળે છે. પિતા હાથ જોડીને માફી માંગી રહ્યા છે અને તેમને જવા દેવા વિનંતી કરી રહ્યા છે.
પોલીસે 9 લોકોની ધરપકડ કરી હતી
જ્યારે લોકો આકાશને મારતા હતા ત્યારે તેના માતા-પિતા તેને બચાવવા માટે લોકોને આજીજી કરતા હતા પરંતુ આરોપીઓએ તેમની વાત સાંભળી નહીં. આરોપી ઓટો-રિક્ષા ચાલક અને અન્ય ત્રણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના 12 ઓક્ટોબરે બની હતી, જેમાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી હતી.
આ પણ જૂઓ: કેન્સરથી પીડાતા જાણીતા મરાઠી અભિનેતા અતુલ પરચુરેનું અવસાન, 57 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ