ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

સાયકલ પર જઈ રહેલા વૃદ્ધના ચહેરા પર વ્યક્તિએ છાંટ્યો સ્પ્રે! પોલીસે કરી ધરપકડ, જૂઓ વીડિયો

  • યુવક દ્વારા કરવામાં આવેલા કૃત્યથી વૃદ્ધ વ્યક્તિનો જીવ જોખમમાં મુકાયો 

ઝાંસી, 23 સપ્ટેમ્બર: ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક બાઇક સવાર યુવકે સાઇકલ ચલાવી રહેલા એક વૃદ્ધ વ્યક્તિના ચહેરા પર સ્પ્રે છાંટતો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નામના મેળવવા માટે યુવક દ્વારા કરવામાં આવેલા આ કૃત્યથી વૃદ્ધ વ્યક્તિનો જીવ પણ જઈ શકે તેમ હતો. રાહતની વાત એ છે કે,આ દરમિયાન કોઈ અકસ્માત થયો ન હતો અને પોલીસે આરોપી યુવકની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી છે.

જૂઓ આ વીડિયો

ખરેખર, ડીકે યદુવંશી નામના એક્સ હેન્ડલ પર એક પછી એક બે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં બે યુવકો બાઇક પર જતા જોવા મળે છે અને અચાનક પાછળ બેઠેલો યુવક હાથમાં સ્પ્રે લે છે. આ પછી, તે બાજુથી સાયકલ ચલાવતા વૃદ્ધ વ્યક્તિના ચહેરા પર સ્પ્રે કરે છે. જેના કારણે વૃદ્ધ વ્યક્તિનો આખો ચહેરો ફીણથી ઢંકાઈ જાય છે અને તે ચિંતિત થઈ જાય છે. જાહેર રસ્તા અને ટ્રાફિક વચ્ચે થયેલા આ કૃત્યને કારણે વૃદ્ધ કોઈ વાહનની અડફેટે આવીને ઈજાગ્રસ્ત થઈ શકે તેમ પણ હતું, પરંતુ પોતાના આ કૃત્યથી સાયકલ સવાર વૃદ્ધને પડેલી મુશ્કેલીથી બેફિકર થઈને યુવક નિર્લજ્જતાથી હસીને આગળ નીકળી જાય છે.

આરોપી સામે ગુનો નોંધી ધરપકડ

નવાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના એલાઇટ-ચિત્રા રોડ પર ફ્લાયઓવર પાસે યુવકે આ કૃત્ય કર્યું હતું. મળતી માહિતી મુજબ, આ યુવક આ પહેલા પણ રીલના સંબંધમાં આવા કૃત્યો કરી ચુક્યો છે. આ વીડિયો વાયરલ થતા પોલીસે તેની નોંધ લીધી અને તે પછી નવાબાદ અને સીપરી બજાર પોલીસ સ્ટેશને આરોપીને પકડી લીધો અને તેની સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો.

પોલીસે શું કહ્યું આ મામલે?

શહેરના પોલીસ અધિક્ષક જ્ઞાનેન્દ્ર કુમારનું કહેવું છે કે, ઝાંસીના નવાબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેમના ધ્યાન પર એક વીડિયો આવ્યો છે, જેમાં એક વ્યક્તિ પોતે મોટરસાઇકલ પર જઈ રહ્યો છે, જ્યારે અન્ય એક વ્યક્તિ, જે વૃદ્ધ છે અને સાઇકલ પર જઈ રહ્યા છે. તેમના ચહેરા પર સ્નો સ્પ્રે છાંટે છે. આરોપી યુવકની ઓળખ કરીને તેને પકડી લેવામાં આવ્યો છે. તેની ઓળખ સીપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ખોડન ગામના રહેવાસી વિનય યાદવ તરીકે થઈ છે. તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 જ્ઞાનેન્દ્ર કુમારે વધુમાં કહ્યું કે, આ વીડિયોમાં જે થઈ રહ્યું છે તે નિંદનીય છે. કાયદેસર પણ નથી. આ રીતે રસ્તા પર ચાલતી વખતે સ્પ્રેનો છંટકાવ કરવો અને વૃદ્ધ વ્યક્તિના ચહેરા પર સ્નો સ્પ્રે નાખવો એ ખોટું છે, જો નાની ભૂલ પણ થાય તો મોટી ઘટના બની શકે છે.

આ પણ જૂઓ: જૂઓ વીડિયોઃ બિહારમાં ક્યાં મચી માછલીઓની લૂંટ?

 

Back to top button