ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

જોબ ઇન્ટરવ્યૂ માટે લિન્ક ઓપન કરવી ભારે પડી, એક ઝાટકે ગુમાવ્યા 2.5 લાખ રૂપિયા

નવી દિલ્હી, 03 એપ્રિલ: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ક્રાઇમના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં સૌથી વધુ નોંધાયેલા સાયબર ક્રાઇમ કેસો નોકરીના કૌભાંડો સંબંધિત છે. સાયબર ગુનેગારો લોકોને નવી રીતે બદનામ કરે છે.  તાજેતરમાં જ એક સોશિયલ મીડિયા યુઝરે જણાવ્યું કે જ્યારે તે નવી નોકરીની શોધમાં હતો ત્યારે તેના જોડે છેતરપિંડી થઈ હતી અને 2.5 લાખ ગુમાવ્યા પડ્યા હતા.

X પર સાયબર ફ્રોડ થતાં 2.5 લાખ રૂપિયા ગુમાવ્યા

પ્રોડક્ટ ડિઝાઇનર નાવેદ આલમે X પર તેની સાથે બનેલી સાયબર ક્રાઇમ ઘટના વિશે જણાવ્યું છે. તેણે કહ્યું કે તે તેની આપવીતી શેર કરવા માંગે છે, જેથી કરીને લોકો આ પ્રકારના સાયબર ફ્રોડથી વાકેફ થઈ શકે અને આ ગુનેગારોના નિશાન બનવાથી બચી શકે. સોશિયલ મીડિયા યુઝરે કેટલાક સ્ક્રીનશૉટ્સ શેર કર્યા અને તેમની પોસ્ટમાં લખ્યું, હું X પર એક કૌભાંડનો શિકાર બન્યો હતો અને મેં 2.5 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. જો કે, આ કૌભાંડની શરૂઆત સારી નોકરીની તક સાથે થઈ હતી. @crankybugattiએ X પર ડિઝાઇનિંગ રોલ માટે મારો સંપર્ક કર્યો અને આ કંપની web3 કોમ્યુનિકેશન એપ @SocialSpectra સાથે સંકળાયેલી છે.

આલમે જણાવ્યું કે X પર વાતચીત શરૂ થઈ અને ડિસ્કોર્ડ પહોંચી, જ્યાં તેમણે મને કામ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. અહીંયા સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. તેમણે ડિઝાઇનિંગ સંબંધિત બેઝિક સવાલો પૂછ્યા અને તે મારા કામથી ખૂબ ઇમ્પ્રેસ પણ થયા. ત્યારપછી HR કૉલની રિક્વેસ્ટ આવી અને મને જોડાવવા માટે એક લિન્ક મળી. પછી મને લાગ્યું કે આ ફસાવવા માટે કોઈ જાળ હોઈ શકે છે.

એક ઝાટકે એકાઉન્ટમાંથી પૈસા જતા રહ્યા

પોતાની આપવીતી જણાવતાં આલમે કહ્યું કે, આ લિન્ક પર કૉલ કરવા માટે તેણે કેટલીક ઇનહાઉસ કોમ્યુનિકેશન એપ ડાઉનલોડ કરવાનું કહ્યું. મેં તેને ડાઉનલોડ કર્યું. પરંતુ તે એક માલવેર હતું જેણે મારા @Phantom વૉલેટ (ક્રિપ્ટો વૉલેટ)ને ખાલી કરી દીધું. એટલું જ નહીં, @KaminoFinance પર મારી સ્ટેક અસેટ્સ પણ ડિલીટ થઈ ગઈ. પળ વારમાં મારી સાથે $3000 (રૂ. 2.5 લાખ)ની છેતરપિંડી થઈ. અંતમાં તેણે લખ્યું- આ ઘટનાએ મને ઑનલાઈન વધુ સજાગ રહેવાનું શીખવ્યું છે. નોકરીની ઑફર હંમેશા ચકાસો અને વિચાર્યા વિના કંઈપણ ડાઉનલોડ કરશો નહીં.

આવી જ રીતે ઘણા લોકો સાયબર ફ્રોડનો શિકાર બન્યા

ઉલ્લેખનીય છે કે, આલમની આ પોસ્ટ 31 માર્ચે શેર કરવામાં આવી હતી. પોસ્ટ કરવામાં આવ્યા બાદ તેને એક લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ સિવાય 300થી વધુ લાઈક્સ અને ઘણી કોમેન્ટ્સ છે. એક યુઝરે લખ્યું, આ કૌભાંડને કારણે મેં મારી પ્રોપર્ટી ગુમાવી દીધી. આવી સ્થિતિમાં, ફરીથી ક્રિપ્ટો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. બીજાએ કહ્યું, ભાઈ, હું તમારા માટે દિલગીર છું. મને પણ તે જ વ્યક્તિ તરફથી સંદેશો મળ્યો હતો અને મારા PC પરની એપ્લિકેશન ક્રેશ થઈ ગઈ હતી, તેથી હું HR કૉલ માટેની લિંક પર ક્લિક કરી શક્યો ન હતો અને હું બચી ગયો હતો.

આ પણ વાંચો: સાયબર-ગુલામ તરીકે 5000 ભારતીયો કમ્બોડિયામાં ફસાયા છે, તેમને બચાવવા સરકાર થઈ સક્રિય

Back to top button