ગુજરાત

હિંમતનગરના વ્યક્તિને સસ્તામાં વિદેશ જવાની ઘેલછા ભારે પડી

  • વર્ક પરમીટ અને ઓન એરાઈવલ વિઝા અપાવવાના બહાને ઠગાઇ
  • વિઝા આપવાના બહાને રૂપિયા 8.50 લાખની છેતરપિંડી
  • હિંમતનગર એ.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી

હિંમતનગરના વ્યક્તિને સસ્તામાં વિદેશ જવાની ઘેલછા ભારે પડી છે. જેમાં વર્ક પરમિટ, ઓન એરાઈવલ વિઝા આપવાના બહાને રૂપિયા 8.50 લાખની છેતરપિંડી કરાઈ છે. તેમાં હિંમતનગરનો શખ્સ પાંચ દેશના વિઝા આપવાનું કહી સિંગાપોર લઈ ગયો હતો. બે જણા ભોગ બનતા હિંમતનગર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારમાં ખાબકશે મેઘો 

ઓન એરાઈવલ વિઝા આપવાનું કહીં ગ્રાહક અપાવવા બદલ કમિશન આપીશું

સામાન્ય રીતે યુવાધનને વિદેશ જવાની ઘેલછા વધુ હોય છે ત્યારે એક વર્ષ અગાઉ હિંમતનગરના ગાયત્રીમંદિર રોડ પર રહેતા એક શખ્સે વર્ક પરમીટ અને ઓન એરાઈવલ વિઝા અપાવવાના બહાને 2 જણા સાથે છેતરપીંડી કરીને તેમની પાસેથી રૂ.8.50 લાખની છેતરપીંડી કરાયાની ફરિયાદ હિંમતનગર એ.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ અંગે હિંમતનગરના કાંકણોલ રોડ પર રહેતા પ્રેમકુમાર સુરેશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.15-09-2022થી આજદિન સુધી હિંમતનગરના ગાયત્રીમંદિર રોડ પર આવેલ હિતેશભાઈ મનુભાઈ પટેલે પ્રેમકુમાર પટેલ તથા વિરાજસિંહ પ્રવિણસિંહ રાણા સાથે પરીચય કેળવી તેઓ એચ.પી એજ્યુકેશનના માધ્યમથી સિંગાપો, પોલેન્ડ, સાયપ્રસ, કેનેડા અને રોમાનીયા જવા માટે વર્ક પરમીટ તથા ઓન એરાઈવલ વિઝા આપવાનું કહીં ગ્રાહક અપાવવા બદલ કમિશન આપીશું તેમ કહ્યું હતુ.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ, જાણો કયા સૌથી વધુ થઇ મેઘમહેર 

પ્રેમકુમાર પટેલ અને વિરાજસિંહને વિશ્વાસમાં લીધા

ત્યારબાદ પ્રેમકુમાર પટેલ અને વિરાજસિંહને વિશ્વાસમાં લીધા હતા અને અમદાવાદના મિન્હાઝુદ્દીન મેહબુબઅલી શેખ તથા હિંમતનગર તાલુકાના કાંકણોલમાં રહેતા મયંકકુમાર ચંદ્રકાન્તભાઈ પટેલને સિંગાપોરના વર્ક વિઝા મેળવવાનું કહી પ્રેમકુમાર પટેલ અને વિરાજસિંહ રાણાએ તેમની પાસેથી અંદાજે રૂ.10 લાખ લઈ લીધા હતા. ત્યારબાદ વર્ક પરમીટ તથા ઓન એરાઈવલ વિઝા અપાવવા માટે ખોટા દસ્તાવેજોનું સાચા તરીકે ઉપયોગ કરી મિન્હાઝુદ્દીન શેખને સિંગાપોર મોકલ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં મોંઘવારીનો વધુ એક માર, સરકારી વીજકંપનીઓના ગ્રાહકોનો મરો 

હિતેશભાઈ પટેલે એરપોર્ટ પર રૂ.1.50 લાખ આપ્યા હતા

બીજી તરફ સિંગાપોર એરપોર્ટ ઓથોરેટીએ મિન્હાઝુદ્દીનને ડીપોર્ટ કરેલ ત્યારબાદ હિતેશભાઈ પટેલને આપેલ પૈસા પરત માંગતા હિતેશભાઈ પટેલે એરપોર્ટ પર રૂ.1.50 લાખ આપ્યા હતા. જ્યારે બાકીના રૂ.8.50 લાખ આપ્યા ન હતા. જે અંગે વારંવાર ઉઘરાણી કરવા છતાં હિતેશભાઈ પટેલે પ્રેમકુમાર પટેલને પૈસા પરત ન આપી તેમની તથા અન્ય બે જણા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા આખરે પ્રેમકુમાર પટેલે હિતેશભાઈ પટેલ વિરૂધ્ધ હિંમતનગર એ.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Back to top button